fbpx
ગુજરાત

૮૦ દિવસ બંધ રહેલ એએમટીએસ બસના ઓપરેટરોને ૩૦ ટકા પેમેન્ટ ચૂકવાશે

કોરોનાના કેસો વધતા સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક પગલા ભરવામાં આવ્યા હતા. તે અંતર્ગત ૧૮ માર્ચથી એએમટીએસ બસોની સુવિધા બંધ કરવામાં આવી હતી. ૮૦ દિવસ બાદ ૬ જૂનથી એએમટીએસ અને બીઆરટીએસની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી છે. બસો બંધ હતી તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ બસોના કોન્ટ્રાક્ટરોને ૩૦% પેમેન્ટ ચૂકવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ પેમેન્ટ ચૂકવવા માટે કોર્પોરેશનને ૯ કરોડ નો બોજાે આવશે.

અમદાવાદ માં એએમટીએસની ૭૦૦ ચાલે છે . જેમાંથી ૬૫૦ બસો કોન્ટ્રાક્ટની છે. ટેન્ડરની શરત મુજબ બસો બંધ હતી તે સમયે કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો હતો. જેથી ડીઝલ ,સીએનજીના પૈસા ચૂકવવામાં આવશે નહીં . ૩૦ ટકા પૈસા ચૂકવવામાં આવશે.

કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ ૭૬ દિવસ બસો બંધ રહી હતી. ત્યારે પણ એએમટીએસ દ્વારા કોન્ટ્રાક્ટરોને ૩૦ ટકા લેખે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.પ્રથમ લહેર માં બસો ના કોન્ટ્રાક્ટરો ને ૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/