fbpx
ગુજરાત

બે મહિનાના બાળકનું બેવાર થયું અપહરણ, હવે ૨૪ટ૭ તેની સુરક્ષા કરશે પોલીસ

તે ન તો રાજકારણ છે કે ન તો સેલિબ્રિટી. તે માત્ર બે મહિનાનું બાળક છે, જે ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહે છે. ૨૪ટ૭ પોલીસ સુરક્ષા મેળવનાર આ બાળક ગુજરાતનો સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હોઈ શકે છે.

બાળક, કે જેનો પરિવાર અડાલજ ત્રિમંદિર પાસેના સ્લમ વિસ્તારમાં રહે છે તેનું પહેલીવાર અપહરણ ત્યારે થયું હતું જ્યારે તે માત્ર બે દિવસનો હતો. તેને અપહરણકર્તાની જાળમાંથી છોડાવવામાં આવ્યો હતો, ૫મી જૂને અન્ય અપહરણકર્તાની જાેડીએ ફરીથી તેને તેના માતા-પિતા પાસેથી છીનવી લીધો હતો.

જેમણે અપહરણ કર્યું હતું તે બંને અપહરણકર્તામાં એક વાત સામાન્ય એ હતી કે તેઓ નિઃસંતાન દંપતી હતા અને બાળકને લઈને પરિવાર પૂર્ણ કરવા માગતા હતા.

બે-બે વખત અપહરણ થતાં, પોલીસે સ્લમ વિસ્તાર નજીક એક સ્પેશિયલ પોઈન્ટ બનાવવાનું તેમજ એક ટીમને તૈનાત રાખવાનું નક્કી કર્યું છે. આ સિવાય, પોલીસ અધિકારીઓ બાળકના માતા-પિતાને કે જેઓ કચરો એકત્રિત કરીને ગુજરાત ચલાવે છે તેમને કાયમી ઘર આપીને બાળકને અપહરણકર્તાથી સુરક્ષિત રાખવાનું વિચારી રહ્યા છે.

ગાંધીનગરની લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર એચ.પી. જાડેજાએ કહ્યું હતું કે, ‘અમે છોકરાના માતા-પિતા માટે સારી નોકરી અને ઘર શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી તેઓ સુરક્ષિત રહે’.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/