fbpx
ગુજરાત

વીર નર્મદ દક્ષિણ ગુજ.યુનિ.માં ટેબ્લેટ મુદ્દે વિદ્યાર્થીઓના દેખાવોઃ પોલીસનો બળ પ્રયોગ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નમો ટેબ્લેટ યોજના અતંર્ગત વિદ્યાર્થીઓ પાસેથી ૧ હજાર રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ બે વર્ષ સુધી નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓને અપાયા ન હતા. જેને લઈને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓઓએ અહી વિવિધ સુત્રોચાર અને બેનરો સાથે વિરોધ નોધાવ્યો હતો. યુનિવર્સિટીમાં વિરોધ કરવા આવેલા વિદ્યાર્થીઓના દેખાવો બાદ ટોળા વિખેરવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો.

૧૬ માર્ચના દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ટેબ્લેટને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે યુનિવર્સિટીએ લેખિતમાં વિદ્યાર્થીઓને બાયંધરી આપવામાં આવી હતી કે, તમામ બાકી રહેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. પરંતુ હજી સુધી તેનો ઉકેલ ન આવતા આજે ફરી એક વખત કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને હૈયા ધરપત આપવામાં આવી કે, રાજ્ય કક્ષાએ આ પ્રશ્નની રજૂઆત કરવામાં આવશે, અને તમામ વિદ્યાર્થીઓ અને ટેબ્લેટ મળી જાય તેવી વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે. પરંતુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વારંવાર આપવામાં આવતા વાયદાને હવે વિદ્યાર્થીઓ ગણકારી રહ્યા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/