fbpx
ગુજરાત

સુરતમાં ધોધમાર વરસાદ, ચોર્યાસીમાં ૪ કલાકમાં ૪ ઇંચ ખાબક્યો, ઠેર-ઠેર પાણી ભરાયાં

સુરત શહેર જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી ચાર કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. વાતાવરણ જાેતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સુરતના ચોર્યાસી તાલુકામાં ૪ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ આવતાંની સાથે જ જનજીવન પર એની અસર સ્પષ્ટ દેખાઇ હતી. ઓલપાડ તાલુકામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સવારથી સૌથી વધારે વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. માત્ર ચાર કલાકમાં જ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો, જેને કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ફર્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સુરત શહેરમાં પણ પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે વરાછાના પુણા, વેસુના વીઆઈપી રોડ, અડાજણ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/