fbpx
ગુજરાત

કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ૪૬ લાખનો દારુ ઝડપી પાડ્યોઃ પીએસઆઇ સસ્પેન્ડ

ગુજરાતમાં દારૂના હેરફેર અને બૂટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બૂટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. હજી થોડા મહિના પહેલા અમદાવાદ જિલ્લાના કણભામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ પકડ્યો હતો. કણભામાંથી ૪૬ લાખનો દારૂ સહિત ૧ કરોડનો મુદ્દામાલ પકડવાના પ્રકરણમાં રાજ્યના ડીજીપીએ કણભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ડી સાંભડને સસ્પેન્ડ કરી દીધા છે.

આ પ્રકરણમાં મળતી માહિતી પ્રમાણે આ દારૂના પકડવાની સાથે ચોંકાવનારી બાબત એ છે કે તાજેતરમાં પકડાયેલા બંસી વતી તેનો ભાઈ આ દારૂનું કટિંગ કરાવતો હતો. જે વિગત સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જણાવી છે. તેની સાથે પોલીસને જાણવા મળ્યું કે, બંસીની ધરપકડ થતાં તેનું નેટવર્ક ચાલી રહ્યું છે. જે તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદ જિલ્લામાં દારૂની હેરાફેરી માટે અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા પાસેના વડોદ ગામની સીમમાં એસ.એમ.સીની ટીમને બાતમી મળી હતી કે, ત્યાં ટ્રકમાંથી લાખોની કિંમતનો દારૂ અન્ય ગાડીમાં જવાનો છે. જે બાતમીના આધારે પોલીસને ૧૨,૩૭૭ દારૂની બોટલ મળી આવી હતી. તેમજ કાર અને અન્ય વાહનો સાથે પોલીસે ૪૬ લાખથી વધુનો દારૂ અને ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/