fbpx
ગુજરાત

સુરતમાં ભાજપ નેતાએ દિકરીનો જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઊજવતા વિવાદ

કોરોના વાયરસમાં બનાવેલા કાયદાના ફરી એકવાર લીરે લીરા ઉડ્યા છે. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ નેતાએ જાહેરમાં દિકરીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. જેમાં ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. આ ઘટનામાં ભાજપ નેતા અગ્રણી રાજકુમારસિંહ વિવાદમાં આવ્યા છે. તેઓ જાહેર રસ્તા પર પોતાની દિકરીનો જન્મ દિવસ ઉજવતી વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ફરી એકવાર આ ઘટના બાદ સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ જાેવા મળ્યો હતો.

કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપ અગ્રણી રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવમાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, અને કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતો. એટલું જ નહી સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાયું નહોતું. આ ઘટનામાં કાર પર કેક રાખી કેક કાપવામાં આવી હતી.. ત્યારબાદ ત્યાં હાજર લોકો જન્મદિવસની ઉજવણી કરી હતી. એક બીજાને કેક ખવડાવી ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું. જાહેરમાં જન્મદિવસ ઉજવણી હાથમાં રાખીને ફોડાય તેવા ફટાકડા પણ ફોડાયા હતાં.

કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જાહેર જનતાને બહાર નીકળતી અટકાવી પોતે ઉજાણી કરતાં ભાજપના કાર્યકરો અને નેતાઓના વાયરલ થઇ રહેલાં વિડીયો વચ્ચે કનકપુર નગર પાલિકાના પૂર્વ શાસક રાજકુમાર સિંહા તેમની પુત્રીનો જન્મદિવસ જાહેરમાં ઉજવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન કરવાને લઇને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં પણ કોરોનાને કારણે જાહેરમાં સેલિબ્રેશન વધુ ગંભીર પ્રશ્ન બન્યો છે. જાેકે જાહેરમાં કાર્યક્રમ યોજવા ઉપરનો પ્રતિબંધ નેતાએ કે રાજકીય પાર્ટીઓને નડતો હોય તેમ છાશવારે તેમના કાર્યક્રમો યોજાતા રહ્યા છે. ગુરુવારે વધુ એક રાજકીય કાર્યકરનો વિડીયો સોશિયલ મિડીયા ઉપર ચર્ચાસ્પદ બન્યો હતો. કનકપુર નગરપાલિકના પૂર્વ શાસક રાજકુમાર સિંહાએ તેમની પુત્રીનો જન્મ દિવસ મનાવ્યો હતો. પોતાના ઘરની બહાર કાર ઉપર કેક મૂકીને પુત્રી સાથે ૧૦ કરતાં પણ લોકોની હાજરીમાં જન્મદિન મનાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/