વલસાડ અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય
વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. હવામાન વિભાગે ૧૮ જૂનથી ૨૩ જૂન સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને પગલે વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા ૦૬ એનડીઆરએફના કમાન્ડર અજયકુમાર તિવારી અને જિલ્લા કલેક્ટરની સુચનાના આધારે વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમ વલસાડ ખાતે સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લામાં એક એનડીઆરએફની ટિમને સ્ટેન્ડબાઈ રાખવામાં આવી છે.
એનડીઆરએફની ટિમ દ્વારા જિલ્લાના તમામ નીચાણવાળા વિસ્તારોની માહિતી લેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ આધુનિક ઉપકરણો સાથે કોરોના મહામારીને કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ લોકોનું રેસ્કયુ કરવાં માટે પીપીઇ કીટ તથા સેનેટાઇઝર તથા તમામ સાધનોથી સજ્જ બની વલસાડ ખાતે સ્ટેન્ડબાય તરીકે આવી પહોંચી છે. સાધનો સાથે સજ્જ છે. જાે કોઈ પુરની પરિસ્થિતિ સર્જાય તો લોકો નેઅને કોરોના ગ્રસ્ત લોકોને બચવા માટે પણ સજ્જ છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લાં ૨૪ કલાકમાં ૧૭૧ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદમાં ૭.૫ ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ સાબરકાંઠાના વડાલીમાં ૬ ઈંચ વરસાદ, ખંભાળીયામાં ૫, ચોર્યાસીમાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના ૫૫ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વડાલીમાં ૬ ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. ભારે વરસાદથી ચુલ્લા ગામ બેટમાં ફેરવાયું ગયું હતું. ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સવાર પડતા જ પાણી ઓસરી જતા ગામજનોને રાહત થઈ હતી.
આજે છેલ્લા ૬ કલાકમાં ૮૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં બે ઈંચ વરસાદ, કચ્છના ગાંધીધામમાં દોઢ ઈંચ વરસાદ, ધંધુકામાં ૧, રાજકોટ શહેરમાં ૧ ઈંચ વરસાદ, પોરબંદર,પાટણ,ચીખલીમાં ૧-૧ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૮ તાલુકામાં અડધાથી ૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
Recent Comments