fbpx
ગુજરાત

શાળા-કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈથી શરૂ કરવા વિચારણા

કોરોના વાઇરસની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે અનેક રાજ્યોમાં પ્રતિબંધાત્મક આદેશો માં રાહતો આપવામાં આવી રહી છે અને અનેક રાયોમાં રેસ્ટોરન્ટ પાર્ક ખુલી ગયા છે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈ માસથી ખોલવા અંગે કેન્દ્ર સરકાર દ્રારા વિચારણા શરૂ કરવામાં આવી છે.

સરકારના અંતરગં વર્તુળોએ એવી માહિતી આપી છે કે અલગ–અલગ રાજ્યોમાં બધું જ ખુલી રહ્યું છે પરંતુ સ્કુલ કોલેજાે સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ હજુ પણ બધં છે અને તેને હવે જલ્દી થી ખોલવા ની જરૂરિયાત છે તેમ સરકાર માને છે.
જુલાઈ માસમાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલી નાખવા અંગે ચર્ચા મંત્રના શરૂ થઈ છે અને કેન્દ્ર સરકાર દ્રારા તમામ રાજ્યો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. જાે પરિસ્થિતિ અનુકુળ હશે તો જુલાઈ માસમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે.

આ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ સાથે જાેડાયેલા શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓના રસીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તમામ વિધાર્થીઓને આ સંબંધમાં જરૂરી અગ્રતાક્રમ આપવાની સુચના આપી દેવાઈ છે.
સરકારના સૂત્રોએ તેવી માહિતી પણ આપી છે કે જુલાઈ થી દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા નો અર્થ સરકાર એવો કરવા માગે છે કે શરૂઆતમાં તમામ વિધાર્થીઓ ને બોલાવવામાં આવશે નહીં પરંતુ તેમના એડમિશનની પ્રક્રિયા અને પરીક્ષા અંગે ના કાર્યક્રમ ને તૈયાર કરવા આવશે.

જુલાઈ મહિનામાં જ ધોરણ–૧૦ અને ધોરણ–૧૨ ના પરિણામ પણ આવી જવાના છે અને બીજી બાજુ કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે આ પરિસ્થિતિ સ્પષ્ટ્ર થઈ જાય ત્યાં સુધી વિધાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં બોલાવવામાં નહીં આવે તેવો કેન્દ્ર સરકાર નો વિચાર છે અને આ બારામાં ચકમક પણ ચાલી રહી છે અને એક પછી એક તમામ રાજ્ય સરકારો સાથે સલાહ મંત્રણા થઈ રહી છે.

Follow Me:

Related Posts