fbpx
ગુજરાત

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા ૪૦૬ વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવે ચેતજાે. સુરતમાં ૪૦૬ વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસના મેમોના આધારે ઇ્‌ર્ંએ મોટી કાર્યવાહી કરી છે અને ૪૦૬ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. નિયમ ભંગ બદલ ૯૦ દિવસ લાયસન્સ સસ્પેન્ડ થશે.

સુરતમાં છેલ્લાં ઘણા સમયથી ધૂમ સ્ટાઈલમાં જાેખમી ડ્રાઇવિંગે પણ મુશ્કેલી નોતરી છે. ત્યારે ટ્રાફિક પોલીસે મોટી કાર્યવાહી કરતા મોબાઈલ પર વાત કરનાર ૪૦૬ વાહનમાલિકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે ફટકારેલા મેમોના આધારે સુરત ઇ્‌ર્ં દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

ટ્રાફિક પોલીસે ફટકારેલા મેમોના આધારે સુરત આરટીઓેએ છેલ્લા પાંચ મહિનામાં ૪૦૬ વાહનમાલિકના ડ્રાઇવિંગ લાઇસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જાેખમી ડ્રાઇવિંગ અને મોબાઇલ પર વાત કરતા ઝડપાયેલા વાહનમાલિકોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે.

ગતરોજ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી હતી. વારંવાર જે જગ્યા પર અકસ્માત થતાં હોય તે સ્થળની મુલાકાત લઇ ત્યાં આકસ્માત રોકી શકાય તે માટે પગલાં ભરવામાં આવે છે. એટલું જ નહીં શહેરના સર્કલ કે અન્ય કોઇ સ્થળ ઉપર કે જ્યાં અકસ્માતની સંભાવના હોય તે સ્થળ પરની ડિઝાઇનમાં ફેરફાર કરી અકસ્માત રોકવા અંગેના ભગીરથ પ્રયાસ કરવામાં આવે છે.

એટલું જ નહીં વાહનચાલકો ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટે સચોટ પગલાં ભરવામાં આવે છે. દરમિયાન શુક્રવારે મળેલી કમિટીની આ બેઠકમાં માહિતી આપતા ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનામાં ૪૦૬ વાહનમાલિકના ડ્રાઇવિંગ લાઇસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરાયાં છે. જેમાં મોબાઇલ પર વાત કરતા, રોંગ સાઇડ જતાં, ઓવરસ્પીડ અથવા જાેખમી રીતે ડ્રાઇવિંગ કરનારા વાહનમાલિકોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા.

Follow Me:

Related Posts