fbpx
ગુજરાત

વલસાડમાં યુવકે કેન્સર હોવાનું કહી યુવતી સાથે બળજબરી પૂર્વ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યોનવસારી જિલ્લાના ચીખલીની ૧૬ વર્ષીય સગીરાને સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા યુવકે પોતાની તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી અવાવરું ફાર્મ હાઉસમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને જેલ હવાલ કરી દીધો છે.


નવસારીની ૧૬ વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટ્‌સએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત ૧૬મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.


અહીં સગીરાને લાવીને તેની સાથે છૂટછાટ લેવા માંડ્યો હતો. જાેકે, સગીરાએ પ્રતિકાર કરતાં તેનો મોબાઇલ લઈ લીધો હતો. તેમજ તેા હાથ દોરડાથી બાંધીને પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતથી ડઘાઈ ગયેલી યુવતીએ રડારડ કરી મૂકતા યુવક તેને પારડી ચાર રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો.


યુવક મૂકીને ફરાર થઈ જતા સગીરાએ અજાણ્યા વ્યક્તિની મદદથી પરિવારને ફોન કરી પારડી બોલાવી લીધો હતો અને ત્યાંથી તે ઘરે પહોંચી હતી. જાેકે, ઘરે પહોંચેલી સગીરાએ માતાના સમગ્ર વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાની માતાએ પારડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં યુવક તેના મોબાઈલ લોકેશન આધારે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે

Follow Me:

Related Posts