fbpx
ગુજરાત

રિપીટ વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઇથી યોજાશે ધો. ૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો



આખરે ગુજરાતમાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે એક પ્રશ્વ મૂંઝવી રહ્યો હતો. જેનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક ર્નિણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઈથી યોજવાનો ર્નિણય લેવાયો છે. આ સાથે જ ૧૫ જુલાઈથી ધોરણ – ૧૦, ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. બોર્ડ દ્વારા આજે વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. જેથી રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર કાર્યક્રમ જાેઈ શકે છે.


આ વિશે જાણવા મળી રહ્યું છે ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ- ૧૦/૧૨ રીપીટર/ખાનગી/પુથ્થક ઉમેદવારો માટે ૧૫ જુલાઈથી પરીક્ષા લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ૧૫ જુલાઈથી ૨૮ જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉુુ. ય્જીઈમ્.ર્ંઇય્ પર વિદ્યાર્થીઓ કાર્યક્રમ જાેઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો ર્નિણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી ૧૫ જુલાઈના રોજ લેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ ૧૦માં ૩.૬૨ લાખ, ધોરણ ૧૨ સાયન્સમાં ૩૨ હજાર ૪૦૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૭ હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા.

Follow Me:

Related Posts