fbpx
ગુજરાત

આવતીકાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશેઃ ના.મુખ્યમંત્રી-પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે

અમદાવાદમાં ભક્તોની જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, તેવી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ નીકળતી જળયાત્રા આવતીકાલે નીકળવા જઈ રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને જળાભિષેક કરવાની વિધિ માટે સાબરમતી નદીમાંથી જળ લાવવા માટે આગામી તા.૨૪મી જૂનના રોજ જગદીશ મંદિરથી જળયાત્રા માટે તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. પરંતુ કોરોના ગાઈડલાઈન પ્રમાણે માર્યાદિત લોકો જળયાત્રામાં લોકો હાજર રહેશે. કોરોના પ્રોટોકોલ મુજબ જળયાત્રા યોજાશે. આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. પરંપરાગત વિધિ પ્રમાણે એક ગજરાજ સાબરમતી નદીના આરે રહેશે, જયારે અન્ય ગજરાજાે મંદિરના પ્રાંગણમાં રહેશે. ૫ કળશ, ૫ ધ્વજ પતાકા સાથે જળયાત્રા યોજાશે.

રથયાત્રા પૂર્વે પરંગપરાગત વિધિના ભાગરૂપે યોજાતી પવિત્ર જળયાત્રાને રાજય સરકાર તરફથી મંજૂરી મળી છે. જાે કે, ૧૦૮ કળશને બદલે માત્ર ૫ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે જળયાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ અને ભાવિક ભકતો જાેડાતા હોય છે પરંતુ આ વખતની જળયાત્રામાં કોવીડ ગાઇડલાઇન્સને લઇ ગણતરીના લોકો જ સામેલ કરવામાં આવશે. આ વખતની જળયાત્રામાં કોઈપણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. જળયાત્રામાં ૫૦થી ઓછા લોકોની હાજરી રાખવાનું આયોજન છે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો કે અન્ય શ્રધ્ધાળુઓ જળયાત્રામાં નહિ જાેડાઈ શકે.

અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા પૂર્વે દર વર્ષે ૧૦૮ કળશની સાથે વાજતે-ગાજતે જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા નીકળશે. જેમાં મંદિરના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જ જાેડાશે. નદીના આરે વિધિવત રીતે ગંગા પૂજન થશે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગા પૂજન કરવામાં આવશે.

જાે કે, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ યાત્રામાં ભજન મંડળી અને અખાડાને જાેડવામાં નહિ આવે. એટલું જ નહી, માત્ર ૫૦થી પણ ઓછા લોકો આ જળયાત્રામાં ભાગ લઇ શકે તેવું નક્કી કરવામાં આવ્યું છે. દર વર્ષે જળયાત્રામાં ૧૮ ગજરાજ હોય છે, પણ આ વર્ષે માત્ર પાંચ ગજરાજ રાખવામાં આવશે. કારણ કે ગજરાજ એ ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનંદ ગણપતિજીને યાદ કરતા હોય છે. એટલા માટે ગજરાજ સાથે આ જળયાત્રા નીકળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/