fbpx
ગુજરાત

વડોદરામાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશઃ ૨ યુવતી સહિત ૪ની અટકાયત

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ ગ્રાન્ડ હોટલમાં મંગળવારે મોડી રાત્રે એસઓજીની ટીમે દરોડો પાડીને હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ૨ યુવતી સહિત ૪ લોકોની અટકાયત કરીને એસઓજીની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી ન્યૂ ગ્રાન્ડ હોટલમાં સેક્સરેકટ ચાલતુ હોવાની બાતમી વડોદરા એસઓજીને મળી હતી. જેથી મંગળવારે મોડી રાત્રે એસઓજીની ટીમે ન્યૂ ગ્રાન્ડ હોટલમાં રેડ પાડી હતી અને પોલીસને જાેતા જ હોટલમાં દોડધામ મચી ગઇ હતી. રેડ દરમિયાન પોલીસને હોટલમાંથી ૨ યુવતીઓ મળી આવી હતી. એસઓજીની ટીમે બંને યુવતીઓની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સેકેસ રેકેટ ચાલવનાર માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવતો હતો અને વડોદરાની ન્યૂ ગ્રાન્ડ હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતો હતો.


પોલીસે હોટલમાંથી ૨ યુવતી સહિત ૪થી ૫ લોકોની અટકાયત કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. પોલીસે હોટલમાંથી પકડાયેલી મહારાષ્ટ્રની યુવતીઓની પૂછપરછ શરૂ કરી છે. એસઓજીની ટીમે આ મા મામલે વધુ તપાસ શરૂ કરી છે. સેક્સ રેકેટનો સંચાલક એક ગ્રાહક પાસેથી ૩થી ૪ હજાર રૂપિયા વસૂલતો હતો અને ઓનલાઇન પેમેન્ટ કરાવતો હતો.

૪ મહિના પહેલા જ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાના ઓથા હેઠળ ધમધમતા સેક્સ રેકેટને વડોદરા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રૂમમાંથી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડીને કેશ કાઉન્ટર ઉપરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત ૩૯ હજારની મત્તા સાથે સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/