fbpx
ગુજરાત

હવે શાળાઓના વર્ગોમાં બાળકોનો કિલકિલાટ સંભળાશે, ૨ માસમાં થશે ર્નિણય

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકની જાે વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કુલ ૧૩૫ જેટલા જ પોઝિટિવ કેસો સામે આવ્યાં હતાં. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના કેસમાં સતત ઘટાડાને કારણે હવે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. જેમાં હવે રાજ્ય સરકાર પણ શાળાઓ શરૂ કરવાના હકારાત્મક મિજાજમાં જાેવા મળે છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આગામી બે માસ દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓ તથા ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી હતી. આ બાબતે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી હતી. કોરોનાવાયરસની ત્રીજી રહેલી આશંકાને લઈને હજી સુધી રાજ્ય સરકારે કોઈ પ્રકારનો ર્નિણય કર્યો નથી. પરંતુ આગામી બે માસ સુધી હજુ પણ કોરોનાવાયરસના પોઝિટિવ રેટ પર નજર રાખવામાં આવશે અને ત્યારબાદ બે મહિના બાદ રાજ્ય સરકાર દ્વારા શાળા શરૂ કરવા અંગેનો ર્નિણય લઇ શકાય છે.

રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે એક્શન પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં શાળા શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે જાે બે મહિનાની અંદર રાજ્યમાં ત્રીજી લહેર આવશે તો દિવાળી સુધી રાજ્યમાં ફક્ત ઓનલાઇન શિક્ષણ જ કાર્યરત રાખવામાં આવશે. ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરી દેવામાં આવશે અને ત્યારબાદ ફરીથી રીવ્યૂ કરીને શાળાઓ શરૂ કરવા બાબતની ચર્ચા વિચારણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/