fbpx
ગુજરાત

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકામાં ૧૦૩.૪૦ મિ.મી. એટલે કે ૪ ઈંચ વરસાદ થયો છે. એ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો ૧૨.૩૧ ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં લોકો બે દિવસથી બફારો અનુભવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૧૩.૭૪ મિ.મી. વરસાદ થયો છે, જ્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં ૬.૧૮ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલીમાં ૫.૩૫ ઈંચ વરસાદ થયો છે.

દરિયાઈ સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ૬.૧૮ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પંચમહાલ, તાપી, ડાંગ, ખેડા, નર્મદા, ભરુચ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, ભાવનગર, છોટા ઉદેપુર, પોરબંદર, પાટણ, અમદાવાદ, અરાવલી, ગાંધીનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ૫ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/