fbpx
ગુજરાત

અઠવાલાઇન્સ વિસ્તારમાં જલારામ ડેરીમાં આગઃ તમામ વસ્તુઓ બળીને ખાખ

સુરત શહેરમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં ભય નો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડીને આગ કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રીના ૧૧ઃ૪૦ની હતી. આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીના બંધ શટરમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ થયા બાદ માન દરવાજા અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ડેરીનું શટર ખોલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ૩૦-૩૫ મિનિટની આગમાં દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય ન હતી.

Follow Me:

Related Posts