fbpx
ગુજરાત

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આવતીકાલે સુરત

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન ૨૭ જુલાઈએ રવિવારે સુરત આવશે. સુરતમાં તેમના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં મનીષ સિસોદિયા ૧૨ વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. તો બીજી તરફ તેઓના આગમનમાં સુરતના અનેક જાણીતા નામ આપ પાર્ટીમાં જાેડાઈ તેવી ચર્ચાઓ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયા અગાઉ ૨૪ જૂનના રોજ સુરત આવી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના સુરત પ્રવાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાએ જાેર પકડ્યું છે. મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં સુરતના કેટલાક જાણીતા ચહેરાઓ આપનો ખેસ પહેરશે તેવી શક્યતામાં જાેવાઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર સુરત શહેરના રાજકારણમાં નવાજૂનીના એંધાણની પોસ્ટ મૂકી રહ્યા છે. કોણ કોણ આપમાં જાેડાશે તેને લઈને ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે.
સવારે ૭ કલાકે સુરત એરપોર્ટ પર આગમન, ૭.૩૦ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આગમન, ૧૨ વાગ્યે પત્રકાર પરિષદ યોજશે, સાંજે ૪ થી ૬ દરમિયાન કાર્યકતાઓ સાથે બઠક યોજશે. સાંજે ૭ વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

Follow Me:

Related Posts