fbpx
ગુજરાત

સુરત મનપાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવારની હારથી હંગામો. આપના કોર્પોરેટરોએ ભારે ધમાલની સાથે સુરત મહાનગરપાલિકાના સરદાર સભાગૃહના દરવાજા પણ તોડી નાખ્યા

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારની હાર થતા મતગણતરી સ્થળે જ ભારે ધાંધલ ધમાલ અને અરાજકતા ભર્યા દ્રશ્યો સર્જાયા હતા, આપના કોર્પોરેટરોએ ભારે ધમાલની સાથે સુરત મહાનગરપાલિકાના સરદાર સભાગૃહના દરવાજા પણ તોડી નાખ્યા હતા. આમ આદમી પાર્ટીની મહિલા અને પુરુષ કોર્પોરેટરોએ સત્તા પક્ષ ભાજપ ઉપર શિક્ષણ સમિતિના સભ્ય માટે થયેલી ચૂંટણીમાં ગેરરીતિ આક્ષેપો કરી હંગામો કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિકશિક્ષણ સમિતિમાં કુલ ૧૨ સભ્યો માટે ચૂંટણી થવાની હતી, જેમાંથી ૪ ભાજપના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. જયારે ૮ સભ્ય પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, ૮ પદ માટે કુલ ૯ ઉમેદવારો મેંદાનમાં હતા, જેમાં ૬ ભાજપના અને ૧ ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ૨ ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી. મત ગણતરી દરમ્યાન એક મતપત્રકમાં ૮ના બદલે ૧૬ મતો અપાયા હતા, જેના પગલે તે રદ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આપના કોર્પોરેટરોએ હંગામા કર્યો હતો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ચૂંટણીમાં ભાજપના ૭ અને આપના એક સભ્યની જીત થઇ હતી, સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા શાસક પક્ષ ભાજપ સામે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/