fbpx
ગુજરાત

વાંકાનેરમાં કાકાએ ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો

હવસના ભૂખ્યા રાક્ષસોનો કોઇની સાથે સંબંધ હોતો નથી, સાથે જ આ નરપિશાચોને કાયદાનો પણ કોઇ ડર ન હોય તેમ પોતાના કૃત્યને પાર પાડવા કોઇ પણ હદે જઇ શકે છે. આવા જ એક રાક્ષસે પોતાના જ ઘરની ૧૫ વર્ષિય ભત્રીજીને પોતાની હવસનો શિકાર બનાવી છે. મોરબીમાં કૌટુંબિક કાકાએ સંબંધોને લાંછન લગાવી પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મોરબીના વાંકાનેરમાં ૧૫ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે. જાેકે આ ઘટના એટલી ભયાનક હતી કે, કાકો ભત્રિજીને પિંખતો રહ્યો પરંતુ કોઇને જાણ થઇ ન હતી. જાેકે સગીરાએ બાળકીને જન્મ આપતા આખા મામલાનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરમાં કૌટુંબિક કાકાએ સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને ભોગ બનેલ સાડા પંદર વર્ષની સગીરાએ પેટના દુખાવા બાદ બાળકીને જન્મ આપતા ભાંડો ફૂટ્યો હતો. સગીરાના પરિવાર સાથે જ રહેતા કિરણ આડ નામના સખ્શે પોતાની ભત્રિજી પર દુષ્કર્મ આચર્યું હતું. વાંકાનેર શહેર પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી લીધી છે. તા. ૨૬ના રોજ સગીરાએ વાંકાનેરની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો.

Follow Me:

Related Posts