fbpx
ગુજરાત

રાજ્ય સરકારે માસ્ક દંડ ઘટાડવા અંગે હાઇકોર્ટમાં રજૂઆત કરી

કોરોનાના નિયમપાલન નહીં કરતાં નાગરિકો સામે કડક પગલાં ભરવા માટે દંડ વસૂલાત તેમજ ગુના નોંધવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારે માસ્ક દંડ ઘટાડીને અડધો એટલે કે ૫૦૦ રૂપિયા કરવા માટે હાઈકોર્ટ પાસે રજૂઆત કરી છે.

માસ્ક દંડ અડધો કરવામાં આવશે તો ગુજરાતના પ્રજાજનોના દરરોજના ૫૦ લાખ રૂપિયા બચશે. ગુજરાતમાં સરેરાશ દરરોજ ૧૦,૦૦૦ લોકો પાસેથી કોરોના નિયમભંગ માટે માસ્ક દંડ વસુલવામાં આવે છે તે અડધો થતાં લોકોને રાહત થશે.

જાે કે, કોરોનાના નિયમ નહીં પાળીને ૨૫૦ કરોડ રૂપિયા જેટલી તોસ્તાન રકમ એક વર્ષમાં ભરપાઈ કર્યાં પછી પણ દરરોજના ૧૦,૦૦૦ નાગરિકો દંડાઈ રહ્યાં છે. અમદાવાદમાં ૭૫૦૦૦ સહિત રાજ્યમાં ૫.૧૩ લાખ લોકો કોરોના નિયમભંગ માટે ગુના નોંધાતાં આરોપી બન્યાં છે. કોરોનાનો ત્રીજા વેવ ઘાતક બનવાની ભીતિ વચ્ચે સ્વયંશિસ્તના અભાવની ચાડી પૂરતાં દંડ અને ગુના નોંધાયાંના આંકડાથી લોકજાગૃતિ વધે જે જરૂરી જણાય છે.

કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં, ઘણાંખરાં લોકો તેનો અમલ કરતાં નથી. આ કારણે જ અમદાવાદમાં દરરોજ ૨૫૦૦થી વધુ લોકો દંડ ભરે છે આૃથવા તો ગુના નોંધાતાં આરોપી બને છે. ગુજરાત રાજ્યમાં દરરોજ ૧૦,૦૦૦ લોકો પાસેથી દંડ વસુલાત કે ગુનાની નોંધણી થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/