fbpx
ગુજરાત

નડિયાદ ન.પામાં કર્મચારીઓ દ્વારા ટેક્સ એન્ટ્રી છેડછાડ કરી કૌભાંડ આચરાયુંઃ ત્રણની ધરપકડ

નડીયાદ નગરપાલિકામાં કર્મચારીઓ દ્વારા ટેક્સ એન્ટ્રીમાં છેડછાડ કરી રૂ.૨૫ લાખનું કૌભાંડ આચવામાં આવ્યું હતું. જે મામલામાં કૌભાંડી આરોપીઓ કેટલાક મહિનાઓથી ભાગતા ફરતા હતા. જેમને નડીયાદ ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નડિયાદ નગરપાલિકામાં ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન ટેક્સની કામગીરી ચાલી રહી હતી.જે દરમ્યાન ૨૦૨૦ માં ટેક્સમાં પાંચ પાંચ સાત જેટલા કિસ્સામાં ભૂલો હોવાનું ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટને જણાઈ આવ્યું હતું. જેને લઇ તેમના દ્વારા પ્રમુખ અને ચીફ ઓફિસરને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં નગરપાલિકામાં ટેક્સની જે રકમ વસૂલ થવી જાેઈએ તેની ભરપાઈ થતી ન હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ ખોટી એન્ટ્રી કરી ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું.જે મામલે તપાસ કરતા રૂ.૨૫ લાખ ઉપરાંતની ઉચાપત કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવવા પામ્યું હતું.

જેને લઇ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવતા કાસમભાઈ મૌલવી, અનિલભાઈ ઠાકોર અને સુનિતાબેન મિસ્ત્રીએ ચીફ ઓફિસર સમક્ષ નાણાં ભરપાઇ કરવા અંગેની કબુલાત કરી હતી.

Follow Me:

Related Posts