fbpx
ગુજરાત

પાલનપુરમાં વોશિંગ મશીન ઘૂસેલા ચાર સાપને રેસ્ક્યુ કરાયા

પાલનપુરની એક સોસાયટીમાં વોશિંગ મશીનમાં ચાર સાપ ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેઇને જ પરિવારનો પરસેવો છૂટી ગયો હતો. જાેકે, તે લોકોએ વોશિંગ મશીનમાંથી સાપ નીકાળવા માટે રેસક્યુ ટીમને બોલાવી હતી. સાપનું રેસ્ક્યુ કરનારા સ્થાનિક યુવકોએ એક પછી એક એમ કુલ ચાર સાપને પકડીને બહાર નીકળ્યા હતા. આ તમામ સાપને સુરક્ષિત સ્થળે છોડતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ સમાચાર વાયુવેગે આસપાસનાં વિસ્તારોમાં ફેલાતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.

પાલનપુર શહેરમાં આવેલી રાધે રેસીડેન્સીના એક રહેણાંક મકાનમાં રાખેલા વોશિંગ મશીનમાં ચાર સાપ ઘૂસી ગયા હોવાની ઘટના સામે આવી હતી. રાધે રેસીડેન્સીમાં આવેલા એક મકાનમાં મહિલાએ જ્યારે કપડાં ધોવા માટે વોશિંગ મશીન ખોલ્યું તો અંદર સાપ દેખાતા તે ડરી ગઈ હતી. જેથી તેમના પરિવારે તરત જ સાપનું રેસ્ક્યુ કરનારી ટીમનો સંપર્ક કર્યો હતો.

સાપ પકડનાર યુવકોએ પહેલા વોશિંગ મશીને ઘરની બહાર મૂક્યું હતું. જેથી જાે સાપના રેસ્ક્યુ સમયે સાપ છટકે તો પણ કોઇ વ્યક્તિને હાની ન પહોંચાડી શકે. આ યુવકોએ બે કલાક સુધી મહેનત કર્યા બાદ એક પછી એક એમ કુલ ચાર સાપને રેસ્કયુ કરી બહાર નીકળ્યા હતા. જેમાં બે મોટા સાપ હતા અને બે સાપનાં બચ્ચા હતા. ટીમે રેસ્કયુ કરી ચારેય સાપને પકડીને એક થેલીમાં ભરીને સુરક્ષિત સ્થળે છોડી મૂકતા પરિવારજનોએ હાંશકારાનો અનુભવ થયો હતો.

એક સાથે વોશિંગ મશીનમાં ચાર સાપ ઘૂસી જતા આ ઘટનાને જાેવા માટે આજુબાજુના લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

Follow Me:

Related Posts