fbpx
ગુજરાત

ગાંધીનગર સિવિલમાં કોલેજના ડીને ગેરકાયદે લગાવેલ એસી દૂર કરવા આદેશ કર્યો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહેતા ૩૮ ઇન્ટર્ન અને રેસિડન્ટ ડોકટરો દ્વારા પરવાનગી વિના જ પોતાના રૂમમાં એર કન્ડિશનર ફીટ કરી દેવામાં આવતા અચાનક જ લાઈટ બિલમાં વધારો નોંધાતા કૉલેજના ડીન દ્વારા ડોક્ટરોને નોટિસ ફટકારી તાકીદે એર કન્ડિશનર દૂર કરી દેવા નહીં તો રૂમ ખાલી કરી દેવા માટે આદેશો આપવામાં આવ્યા છે.

ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ઇન્ટર્ન અને રેસિડન્ટ ડોકટરોને રહેવા માટે સિવિલ સંકુલમાં આવેલ પી.જી હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવ્યા છે. કોરોના મહામારી દરમિયાન ઇન્ટર્ન અને રેસિડન્ટ ડોકટરો અભ્યાસની સાથે કોવિડ દર્દીઓની સારવારમાં સતત રોકાયેલા રહેતા હતા. દિવસ રાત પીપીઇ કીટ પહેરી રાખીને સિનિયર તબીબો સાથે દર્દીઓની તેમના દ્વારા સારવાર કરવામાં આવતી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમી પડવાના કારણે પી.જી હોસ્ટેલમાં રહેતા તબીબો ગરમીમાં સેકાઈ જતાં હતાં. જે પૈકીના ૩૮ ડોક્ટરોએ પોતાના વિભાગ કે મેડિકલ કૉલેજના ડીનની મંજૂરી વિના જ પોતાના રૂમમાં એર કન્ડિશનરની સુવિધા ઉભી કરી દેવામાં આવી હતી. નિયમ મુજબ અભ્યાસ કરતા ઇનટર્ન અને રેસિડન્ટ ડોકટરો દ્વારા પરવાનગી વિના એસી લગાવી શકાય નહીં. તેમ છતાં ૩૮ ડોક્ટરોએ ગેરકાયદેસર રીતે પોતાના રૂમમાં એસી લગાવી દીધા હતા.

હોસ્ટેલનું વીજ બિલ વધી જવાથી કોલેજ તંત્ર દ્વારા વીજ બિલ વધવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં હોસ્ટેલની ચકાસણી કરવામાં આવતા ૩૮ ઇન્ટર્ન અને રેસિડન્ટ ડોકટરો દ્વારા પોતાના રૂમમાં એસી ફીટ કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેનાં કારણે વીજ બિલ વધુ આવતું હોવાનું પ્રાથમિક કારણ ધ્યાને આવ્યું હતું. આથી મેડિકલ કૉલેજના ડીન દ્વારા ૩૮ ડોક્ટરોને નોટિસ આપીને તાકીદે રૂમમાંથી એસી દૂર કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ અંગે મેડિકલ કૉલેજના ડીનનો સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/