fbpx
ગુજરાત

સુરતમાં માનદરવાજા અને કતારગામમાં જર્જરિત ઇમારત ઉતારવા મુદ્દે હોબાળો

સુરત કોર્પોરેશન દ્વારા શહેરની અંદર જર્જરિત ઈમારતમાં રહેતા લોકોને મકાન ખાલી કરી દેવા માટે સતત સૂચના આપવામાં આવી રહી છે. વર્ષોથી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જર્જરિત મકાન અને ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે. પરંતુ પોતાના જીવના જાેખમે પણ રહીશો તેમાં રહીને રહી રહ્યા છે. ચોમાસા દરમિયાન ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આજે માનદરવાજા ટેનામેન્ટ અને કતારગામમાં આદિનાથ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી ઉતારવા ગયેલા અધિકારીઓનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રહિશો ઘર ખાલી કરીને અન્ય સ્થળ પર જવા માટે તૈયાર નથી.

કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટની ઇમારત જર્જરિત અવસ્થામાં છે. કોર્પોરેશન દ્વારા ૨૦૧૦થી ઈમારતમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી રહી છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ મકાન ખાલી ન કરાતા કોર્પોરેશનના અધિકારીઓ આજે મકાન ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા. આદિનાથ એપાર્ટમેન્ટમાં ઘણા લોકો પોતાના મકાન માલિકો છે તો ઘણા ભાડુઆત પણ ત્યાં રહી રહ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે માનદરવાજા ટેનામેન્ટ ખાલી કરવા પહોંચી હતી. જેથી ટેનામેન્ટના રહિશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સુવિધા નહીં હોવાથી સ્થાનિક લોકોમાં રોષ પણ જાેવા મળી રહ્યો છે. જ્યારે ટેનામેન્ટ જર્જરિત હોવાથી પાલિકા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે કેટલાક મકાનોને સીલ પણ મારી દીધું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/