fbpx
ગુજરાત

અજય જાડેજાએ ‘સ્વચ્છ ભારત અભિયાન’નો કર્યો કચરો, ૫ હજારનો ભરવો પડ્યો દંડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે વર્ષ ૨૦૧૪માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી તો તેમનો ઈરાદો હતો કે દેશના લોકો સાફ સફાઈ પર ધ્યાન આપે. પરંતુ પૂર્વ ક્રિકેટર અજય જાડેજા આ અભિયાનનો કચરો કરતા જાેવા મળ્યા છે.
અજય જાડેજા જે નોર્થ ગોવાના એલ્ડોના ગામમાં એક બંગલાના માલિક છે, જ્યાં પર ગામના સરપંચ તૃપ્તિ બંદોદકરએ ગામમાં કચરો ફેંકવા માટે ૫,૦૦૦ હજારનો દંડ ફટકાર્યો છે. બંદોદકરે જણાવ્યું કે પૂર્વ ક્રિકેટરે કોઈ હંગામો કર્યા વગર દંડ ભરી દીધો છે.

સરપંચ તૃપ્તિ બંદોદકરે કહ્યું, અમે ગામમાં કરચાના મુદ્દાથી પરેશાન છીએ. બહારથી પણ કચરો ગામમાં નાખવામાં આવે છે. તેથી અમે કેટલાક યુવાનોને કચરાની બેગ ભેગી કરવા અને દોષીતોની ઓળખ કરવા માટે કોઈપણ પૂરાવા માટે સ્કેન કરવા માટે નિમણૂક કરી છે.

બંદોદકરે કહ્યું, અમને કચરાની કેટલીક બેગમાંથી અજય જાડેજાના નામ પર એક બિલ મળ્યું. જ્યારે અમે તેમને ભવિષ્યમાં ગામમાં કચરો ન ફેંકવા માટે કહ્યું તો તેમણે કહ્યું, તે દંડ ભરવા માટે તૈયાર છે. તેથી તેમણે ચુકવણી કરી. અમને ગર્વ છે કે આવી સેલિબ્રિટી, એક લોકપ્રિય ક્રિકેટ ખેલાડી, અમારા ગામમાં રહે છે, પરંતુ આવા લોકોએ કચરાના માપદંડોનું પાલન કરવું જાેઈએ. અલ્ડોના ગામમાં ઘણી જાણીતી હસ્તિઓના ઘર છે. જેમાં જાડેજા સિવાય લેખત અમિતાભ ઘોષ પણ સામેલ છે.

Follow Me:

Related Posts