fbpx
ગુજરાત

કૂતરા રમાડીશ તો બાળકો કૂતરા જેવા થશેઃ સાસુના વહુને મહેણા, પોલીસ ફરિયાદ નોંધાઇ

પરિણીતા ભારત આવી ત્યારે પતિએ ધમકાવીને કહ્યું- સોશિયલ મીડિયામાં ફોટો નહીં મૂકવાના

અમદાવાદની યુવતી લગ્ન કરીને અનેક સપનાં સાથે પતિ સાથે કેનેડા ગઈ હતી. લગ્નના થોડા દિવસ બાદ સાસુ સતત બાળક માટે દબાણ કરતી, જેથી પરિણીતાની અનિચ્છાએ પણ તેને ગર્ભ ધારણ કરવો પડ્યો, પણ વાત આટલેથી અટકી નહિ. સોનોગ્રાફી દરમિયાન પરિણીતાને બાળકી હોવાથી સાસુએ ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. આ બધાની વચ્ચે સાસુ એમ પણ કહેવા લાગી કે તું કૂતરાને રમાડીશ તો તારાં બાળકો પણ એના જેવા થશે. ગર્ભમાં દીકરી હોવાની જાણ થતાં સાસુએ ઈન્ડિયા જતા રહેવાનું કહી દીધુ હતું. ત્યાર બાદ યુવતીના પિતાએ રૂપિયા મોકલતાં ટિકિટ કરાવી પ્રેગ્નન્સીની હાલતમાં યુવતી કોરોના મહામારીમાં પણ ઇન્ડિયા આવી ગઈ હતી. પરિણીતા ભારત આવી તો તેના પતિ પણ ત્રાસ ગુજારવા લાગ્યો હતો. આ સમગ્ર હાઈ પ્રોફાઈલ મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

શહેરના મણિનગરમાં રહેતી ૩૧ વર્ષીય યુવતી હાલ તેનાં માતાપિતા સાથે રહે છે. અગાઉ જ્યારે સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં આ યુવતી અને યુવકના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતાં વર્ષ ૨૦૧૪માં છૂટાછેડા લીધા હતા, જ્યારે યુવક મિત્ર પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. ત્યાં જતા યુવકને તેની પત્ની સાથે બનતું ન હતું, જેથી આ યુવક ઇન્ડિયા આવ્યો ત્યારે યુવતીના ભાઈએ તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું નક્કી થયું હતું.

આ મામલે યુવતીનાં પરિવારજનોને કોઈ વાંધો ન હતો. જાેકે યુવકને પ્રથમ પત્ની સામે વાંધો હોવાથી તેમણે સંબંધ કાપી નાખ્યો હતો અને અખબારમાં સંબંધ ન હોવાની જાહેરાત પણ યુવકનાં પરિવારજનોએ આપી દીધી હતી. યુવકની પત્નીએ કેસ કરી ૧૫ લાખ માગ્યા હતા, જેથી યુવકનાં પરિવારજનોએ યુવતીના પરિવાર અને યુવક સાથે સમાધાન કર્યું હતું. યુવક અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થયા. આ યુવતી સાથે ઇન્ડિયા આવી યુવકે વર્ષ ૨૦૧૮માં લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ યુવતીની સાસુ અલગ અલગ વાતો કરી પતિ-પત્ની વચ્ચે ઝગડા કરાવતાં હતાં. જાેકે યુવતીનો આ પતિ કેનેડા જતો રહ્યો ત્યારે સાસુ કહેતી કે આના કરતાં અમે અમારા સમાજમાં લગ્ન કરાવ્યા હોત તો કંઈક દહેજ મળત. યુવતીની સાસુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવતાં હોવાથી દોરા લાવી યુવતીને બાંધતા અને મંદિરમાં લઈ જઈને ત્રાસ આપતા હતા. બાદમાં યુવતી કેનેડા પતિ પાસે જતી રહી હતી. એક લગ્ન પ્રસંગમાં ઇન્ડિયા આવી ત્યારે જે વસ્તુઓ બધા માટે લાવી એમાં પણ સાસુએ વાંધાવચકા કાઢી બોલાચાલી કરી હતી.

યુવતી પરત કેનેડા જતી રહેતાં તેની સાસુએ બાળક કરવાનું કહ્યું હતું. યુવતીની ઈચ્છા ન હતી પણ સાસુ અને પતિની ઈચ્છા હોવાથી તેણે ગર્ભ રાખ્યો હતો. યુવતી પ્રેગ્નન્ટ હતી ત્યારે તેનો પતિ ઘરમાં કૂતરુો લાવ્યો હતો, જેથી સાસુએ આવેશમાં આવીને યુવતીને કહ્યું હતું કે ભગવાનનું નામ લેવાની જગ્યાએ કૂતરો રમાડે છે? કોણે કહ્યું હતું કોતરું લાવવાનું? તારા છોકરા પણ કૂતરા જેવા જ આવશે. સાસુની આ વાતનું યુવતીને મનમાં લાગી આવતાં તે સતત એ બાબતે વિચાર કરતાં તેની પ્રેગ્નન્સી પર અસર પડી અને મિસકેરેજ થઈ ગયું હતું.

બાદમાં સાસુ-સસરા પણ કેનેડા ગયાં હતાં. ત્યારે ઘર ગંદું રાખી સાસુ યુવતીને ત્રાસ આપતાં હતાં. ફરી એક વખત યુવતી પ્રેગ્નન્ટ થતાં સાસુએ કહ્યું કે બાબો છે કે બેબી એ અહીં તપાસતા હોય તો જાેવડાવી લેજે. જેથી યુવતીએ પાંચમાં મહિને સોનોગ્રાફી કરાવતાં બેબી હોવાનું જણાયું હતું, જેથી સાસુએ તારે દીકરી થવાની છે, તારું કંઈ કામ નથી. ઇન્ડિયા જતી રહે એવું કહેતાં યુવતીના પિતાએ પૈસા મોકલતા ટિકિટ કરાવી પ્રેગ્નન્સીની હાલતમાં યુવતી કોરોના મહામારીમાં પણ ઇન્ડિયા આવી ગઈ હતી. બાદમાં તેના પતિએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફોટો મૂકવાના નહીં. શ્રીમંતમાં વીડિયો કોલ કરતાં કોલ ન કરવાનું કહેતાં યુવતીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts