fbpx
ગુજરાત

AMCના લાઇટ ખાતા દ્વારા ટેન્ડર વિના બારોબાર કોન્ટ્રાક્ટરને ૩.૭૨ કરોડનું કામ આપવાની દરખાસ્ત મુકાઇ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૫૦૦ સ્ટ્રીટ લાઇટ કંટ્રોલર્સ લગાડવાની વિવાદી દરખાસ્ત મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું લાઇટ ખાતા દ્વારા ટેન્ડર વિના બારોબાર કોન્ટ્રાક્ટરને ૩.૭૨ કરોડ રૂપિયાનું કામ આપવાની દરખાસ્ત મૂકાઇ છે, જેમાં શહેરની ૩૫૦૦ નંગ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ કંટ્રોલર્સ લગાડવા અને તેનું પાંચ વર્ષ સુધી ઓપરેશન મેઇન્ટેનન્સનું કામ વગર ટેન્ડરે સુવેગ ઇલેક્ટ્રોનીક્સને આપવાની વિવાદી દરખાસ્ત મૂકાઇ છે.

એક સાથે ૩.૭૨ કરોડ રૂપિયાનું કામ આપવાનું હોવા છતાં કોઇપણ પ્રકારનું ટેન્ડર કરવામાં આવ્યું નથી. માત્ર કોન્ટ્રાક્ટરે અમદાવાદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ કંપની માટે આ પ્રકારનું કામ કર્યું છે તેથી તેઓને માત્રને માત્ર એકસુત્રતતા જળવાય એટલે જુના ભાવે કામ આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મૂકાયેલી દરખાસ્ત મુજબ, અમદાવાદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ કંપની દ્વારા ત્રણ વર્ષ પહેલાં અમદાવાદ શહેરના મુખ્ય ટીપી રસ્તાઓની સેન્ટ્રલ વર્જમાં આવેલા ૧૪,૨૦૦ સ્ટ્રીટ પોલ્સ ઉપર સ્ટ્રીટ લાઇટ કંટ્રોલર્સ ડિવાઇઝ લગાડવાનું ટેન્ડર કરવામાં આવ્યું હતુ જેમાં ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ ફર્સ્ટ લોએસ્ટ આવેલા સુવેગ ઇલેક્ટ્રોનીક્સને કામ સોંપવામાં આવ્યું હતુ જેનું કંટ્રોલ રૃમ સાથે જાેડાણ કરવામાં આવ્યું હતુ. આ ટેકનોલોજીનો ઉપયોગ એવો હતો કે, સ્ટ્રીટ લાઇટ બંધ હોય તો કંટ્રોલ રૃમમાં બેઠા બેઠા ખબર પડે છે જેથી તે તાકીદે શરૃ કરી શકાય છે. હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૩૫૦૦ નંગ સ્ટ્રીટ લાઇટ ઉપર આવું ડિવાઇઝ લગાડવા માટે અમદાવાદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ કંપનીનો સંપર્ક કર્યો હતો પણ તેમણે આ અંગે કેપિટલ કોસ્ટ પૂર્ણ થઇ ગઇ હોવાનું કહ્યું હતુ જેથી અમદાવાદ મ્યુનિ.ના લાઇટ ખાતાએ ટેન્ડર વિના જ સ્ટ્રીટ લાઇટ લગાડવા માટેની દરખાસ્ત તૈયાર કરી હતી જેમાં કોઇપણ પ્રકારના ટેન્ડર કર્યા વિના ત્રણ વર્ષ પહેલાં જે કોન્ટ્રાક્ટરે ૧૪,૨૦૦ સ્ટ્રીટ લાઇટમાં ડિવાઇઝ લગાડ્યા હતા તેને કામ આપવાની દરખાસ્ત મૂકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/