fbpx
ગુજરાત

કુકરદા શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ૪ પાનાની સુસાઇડ નોટ પણ કબજે કરી છે. પોલીસે મૃતક મહિલાના પતિ અને શિક્ષકોની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મૃતદેહ પાસેથી ૪ પાનાની સુસાઇડ નોટ કબજે કરી
અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. ભાવનાબેન ડામોરે આજે સવારે શાળાના શૌચાલયમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસ અને મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસે ઘટના સ્થળે દોડી જઇને નસવાડી પોલીસે મૃતદેહ પાસેથી ૪ પાનાની સુસાઇડ નોટ કબજે કરી હતી. જાેકે સુસાઇડ નોટમાં આત્મહત્યાના કારણ અંગે ખુલાસો થાય તેવી શક્યતા છે.

પોલીસે મહિલાના માતા-પિતાને જાણ કરી હતી. જેથી મહિલાના માતા-પિતા કુકરદા ગામ જવા રવાના થઇ ગયા હતા. આત્મહત્યા કરનાર મહિલાના લગ્ન ૧૦ વર્ષ પહેલા જયદીપ ડામોર સાથે થયા હતા અને છેલ્લા ૪ વર્ષ કુકરદા ગામમાં જ રહેતા હતા. મહિલાએ આજે સવારે ૯ઃ૨૫ વાગ્યે બે સગાના જન્મદિવસ હોવાથી શુભેચ્છા પાઠવી હતી અને વોટ્‌સએપમાં સવારે ૧૦ઃ૨૫નું તેમનું લાસ્ટ સીન બતાવે છે.

આત્મહત્યા કરનાર મહિલા પ્રિન્સિપાલના પતિ જયદીપ ડામોરે જણાવ્યું હતું કે, ઘરમાં કોઇપણ પ્રકારના પ્રોબ્લમ નહોતા. જાેકે ૪ મહિનાથી પ્રિન્સિપાલ બન્યા બાદ તે સ્ટ્રેસમાં રહેતી હતી. જેના કારણે આ પગલુ ભર્યું હોય તેમ લાગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/