fbpx
ગુજરાત

સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશેઃ મહંત દિલીપદાસજી

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે શહેરમાં રથયાત્રા યોજાશે કે નહીં તે હજુ અસમંજસ જેવો માહોલ છે ત્યારે આગામી રથયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે. દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કમિશનરમાં પરમિશન માંગી છે. હજુ સુધી રથયાત્રાને લઇ સરકારે કોઈ બાંહેધરી આપી નથી.

ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાને હવે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારનો ર્નિણય લીધો નથી, પરંતુ સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કફ્ર્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણ નો ડર ન રહે.

બીજાે એક્શન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરે અને ત્રીજાે એક્શન પ્લાન જાે સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા અને સપ્તર્ષિના આરાથી આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે. જાેકે, મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મંદિરમાં લોકો મગનો પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે. સાથે જ દોઢસો જેટલા ખલાસીઓ વેક્સિનેશન સાથે રથયાત્રામાં ખેંચવા માટે જાેડાય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts