fbpx
ગુજરાત

રાજ્યમાં ૪૧ ટકા લોકોને વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા

કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે ૩૦મી જૂન-૨૦૨૧ સુધીમાં રાજ્યમાં ૪૧ ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,૨૦,૯૦૩ લોકોમાંથી ૪૦.૭૭ ટકા એટલે કે ૨ કરોડ ૬૧ હજાર ૨૫૫ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૦મી જૂન-૨૦૨૧ સાંજ સુધીમાં બે કરોડને પાર કરી ગઇ છે. એટલું જ નહિ, ૫૬ લાખ ૧૬ હજાર ૭૩૬ લોકોને બીજાે ડોઝ આપવામાં આવેલો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ૩૦મી જૂનના દિવસે ૦૨ લાખ ૮૪ હજાર ૧૨૫ લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.

આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે ૩૦મી જૂન સુધીમાં ૦૨ કરોડ ૫૬ લાખ ૭૭ હજાર ૯૯૧લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

ગુજરાતમાં ૩૦મી જૂન સુધીમાં જે ૨ કરોડ ૬૧ હજાર ૨૫૫ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ૧૯,૬૩,૦૫૮ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪૫ થી વધુ વયના ૧,૦૮,૨૯,૪૫૨ તેમજ ૧૮થી ૪૪ વયજૂથના ૭૨,૬૮,૪૭૫ લોકોનો સમાવેશ થાય છે.

કોર કિમટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/