fbpx
ગુજરાત

સુરતમાં ૧૮ લાખના હીરા તફડાવી ભાગી છૂટેલા ઠગને પોલીસે હિમાચલ પ્રદેશથી પકડી પાડ્યો

સુરત શહેરના વરાછામાં મીનીબજારના જ્વેલરી શોપમાં સાડા ચાર માસ પહેલાં ચાલાકીથી ૧૮ લાખના હીરા તફડાવી ભાગી છૂટેલા ઠગને વરાછા પોલીસે હિમાલચ પ્રદેશથી પકડી પાડ્યો હતો. એટલું જ નહીં પણ પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અમરોલી-કોસાડ રોડ પર દ્વારકાધીશ સોસાયટી સખાતે રહેતા અમિત વાળા મહિધરપુરા ખાતે હીરાનો વેપાર કરે છે. ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ તેમના જીજાજી હસ્તક હીરાદલાલ પિયુષ સિહોરાનો સંપર્ક થયો હતો. પિયુષભાઈ તેમણે વરાછા-મીનીબજારમાં સાયોના જ્વેલર્સમાં લઇ ગયા હતા. અહીં હીરાદલાલ અજય વાવડીયા સાથે સંપર્ક થયા બાદ તેમણે હીરાનું પેકેટ બતાવ્યું હતુ. અજય વાડિયાએ પોતાની પાસે રહેલા ૧૭૦૦ કેરેટ વજનના રફ હીરા બતાવવાની વાત કરી હતી.

અમિત વાળા રફ હીરા બતાવવા કહેતા અજયે ઓફિસના માળિયા પર મુકેલો પ્લાસ્ટિકના ડબ્બામાંથી રફ હીરા કાઢ્યા હતા. થોડાં રફ હીરા જાેવા માટે આપ્યા બાદ હીરાનું પડીકું ટેબલના ડ્રોઅરમાં મુકી દીધું હતું. હીરા બોઇલ કરવા અજય વાવડિયા બીજા રૂમમાં ગયા હતા. જાેકે, ત્યારબાદ ચાલાકી કરી અજયે ટેબલના ડ્રોઅરમાં પાછળથી મોટો હોલ પાડી તેમાં મુકેલા ૧૮.૨૭ લાખના હીરાનું પડીકું લઇ ભાગી છૂટ્યો હતો.

Follow Me:

Related Posts