fbpx
ગુજરાત

સુરતમાં વેક્સિનેશન મામલે ઝપાઝપી કરનાર આપના મહિલા કોર્પોરેટર અને પતિની ધરપકડ

સુરત શહેરના પુણા-સીમાડાના અર્બન હેલ્થ સેન્ટર ઉપર રવિવારે વેક્સિનેસનની ચાલતી કામગીરી દરમિયાનમાં ભારે હોબાળો મચાવી ઝપાઝપી કરી ડોક્ટર સહિતના સ્ટાફને તમે કામ કરતા નથી. અમારા ટેક્સમાંથી પગાર થાય છે. નોકરી છોડીને ચાલ્યા જાવો નહી તો હું તમારી બદલી કરાવી દઈશ તેવી ધમકી આપવા મામલે નોંધાયેલા ગુનમાં પોલીસે આપના મહિલા કોર્પોરેટર રચના હીરપરા અને તેના પતિની ધરપકડ કરી છે.

પુણા-સીમાડા અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર ડો.અંજલી મણીકાવાલા અને તેમનો સ્ટાફ ગત રવિવારે વેકિસનેશનની કામગીરી કરી રહ્ના હતો. ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ ને ધમકી આપવાનું કોર્પોરેટરને ભારે પડ્યો છે.હેલ્થ સેન્ટર દ્વારા ૧૦૦ વેક્સિનના ડોઝ આવ્યા હોવાથી ૧૦૦ વ્યક્તિને વેક્સિન મુક્યા બાદ ડોઝ પુરો થઇ ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. વેક્સિન મુકાવવા આવનાર પૈકી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ તમે કામ કરતા નથી.અમારા ટેક્સના નાંણામાંથી તમારો પગાર થાય છે, હું બીજા માણસો બોલાવું છું કહી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને થોડીવારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચનાબેન હીરપરા તેના પતિ તથા અન્ય બે લોકો સાથે ઘસી આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/