fbpx
ગુજરાત

પેટ્રોલ-ડીઝલના તોતિંગ ભાવ વધારાને કારણે મહેસાણામાં ખેડૂતો હાલ કફોડી સ્થિતિમાં મુકાયા

કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલાં લોકડાઉન અને કરફ્યૂને કારણે તમામ ધંધા-રોજગારને અસર પહોંચી છે. મોટાભાગનો રોજગાર હાલ પડી ભાંગ્યો છે. ત્યારે કૃષિ ઉદ્યોગને પણ તેનાથી ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સ્થિતિની વચ્ચે હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલો તોતિંગ ભાવ વધારો ખેડૂતોને રડાવી રહ્યો છે. મહેસાણા જિલ્લાના ખેડૂતો પેટ્રોલ-ડીઝલના તોતિંગ ભાવ વધારાને કારણે હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે.

ડીઝલના ભાવ વધારા ને લઇ ખેડૂત મુશ્કેલી મા મુકાયો છે એક તરફ કુદરતી આફતો બીજી તરફ આ તોતિંગ ભાવ વધારા વચ્ચે જગતનો તાત ઝઝૂમી રહ્યો છે. દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભાવ માં વધારો જાેવા મળી રહયો છે અને ડીઝલના ભાવ વધારાની અસર જગતના તાત પર વધુ જાેવા મળી રહી છે નાના ખેડૂત મહા-મુસીબતો વેઠી પોતાનું ગુજરાન ચલાવવા ખેતી કરી પાક ઉત્પાદન કરતો હોય છે એમાં કુદરતી આફતો થી નુકસાન વેથી હજુ માંડ ખેડૂત બેઠો થતો તેવામાં ડીઝલના ભાવ ને લઇ ખેડૂતની મુશ્કેલીઓમાં વધારો થવા ગયો છે.
ડીઝલના ભાવ વધારાને લઇ ખેડૂત પોતાનું ખેતર ખેડાવી નથી શકતો પેહલા ૧ વીઘા જમીન ખેડવા ૧૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો પણ હાલના ડીઝલના ભાવ વધારા ને લઇ ૫૦૦ રૂપિયામાં પણ ૧ વીઘા ખેતર માંડ ખેડાય છે તેવામાં ખેડૂતની વધુ કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા ગયું છે. મોઘા બિયારણોનો મોઘી વીજળી અને હવે મોઘા ડીઝલનો ભાર ખેડૂતને દેવા તળે ડુબાડી દેશે તેમ કેહવું ખોટું નથી.
ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જાેકે, હજું પણ ઉત્તર ગુજરાત એમાંય ખાસ કરીને મહેસાણા જિલ્લો વરસાદથી વંચિત છે. હજુ અહીં મેઘરાજાની પધરામણી થઈ નથી. ત્યારે અહીંના ખેડૂતો કાગડોળે વરસાદના આગમનની રાહ જાેઈ રહ્યાં છે. કોરોના કાળમાં થયેલાં નુકસાનીની ભરપાઈ માટે ખેડૂતો આ વર્ષે સારા વરસાદ અને તેના થકી સારા ઉત્પાદનની આશા રાખીને બેઠાં છે.

Follow Me:

Related Posts