સાંસદ રંજનબેને ભૂખી કાંસમાં ઉતરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
વડોદરા શહેરના નિઝામપુરા મેઈન રોડ પર સૈનિક છાત્રાલય નજીક વરસાદી પાણીના નિકાલ માટેની ભુખી કાંસમાં ૪ ફૂટ સુધી પાણી ભરાઈ રહ્યું હતું. સાંસદની સૂચનાથી ત્યાં આરસીસી સ્લેબ તોડીને થોડી ઘણી સફાઈ કરાઈ હતી. એ પછી પાણીનુ લેવલ ઉતર્યુ હતુ. સાંસદ રંજનબેન ભટ્ટે ત્યાં સ્થળ મુલાકાત લેવા ગયા હતા. જ્યાં જાતે ભુખી કાંસમાં ઉતર્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પ્રી મોનસૂનની યોગ્ય રીતે કામગીરી થઈ ન હતી. જેથી માત્ર એક ઈંચ વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ભુખી કાંસમાં તો પ્રી મોનસૂન કામગીરી કરી જ નહીં હોવાની રજૂઆત કાૅંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને અમી રાવતે કરી હતી. જાેકે કોર્પોરેશનના તંત્રનુ પેટનુ પાણી હલ્યુ ન હતુ.
જાેકે છેલ્લાં ચાર-પાંચ દિવસથી નિઝામપુરાના સૈનિક છાત્રાલય તરફ પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં ખડખડ વહેતા પાણીનો જાેરથી અવાજ આવતો હતો. જેથી આ બાબતે તપાસ કરવા કોર્પોરેશનના તંત્રને સૂચના આપી હતી. જે ભુખી કાંસમાં ૦૪ ફૂટથી પણ વધુ પાણીનુ લેવલ હતુ. કોર્પોરેશનના સ્ટાફે સાંસદની સૂચનાથી કાંસનો આરસીસી સ્લેબ તોડી નાખ્યો હતો અને એ પછી કાંસની થોડી ઘણી સફાઈ કરી હતી. એ પછી પાણી નીકળી ગયુ હતુ. એ પછી દિલ્હીથી આવેલા સાંસદ રંજનબેને આજે ત્યાં સ્થળ મુલાકાત લીધી હતી. ઉત્તર ઝોનના કાર્યપાલક ઈજનેર ધાર્મિક દવે સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.
Recent Comments