fbpx
ગુજરાત

ફિલ્મમાં એક્ટિંગ-મોડલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરા લાવી નરાધમે દુષ્કર્મ આચર્યું

ઉત્તરપ્રદેશના વતની યુવાને રજનિશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ યુવતીના નામે એકાઉન્ટ ખોલીને ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી નગ્ન ફોટા અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું. અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજારની ખંડણી માગણી કરી હતી. દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દિલ્હીની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે,

જાન્યુઆરી-૨૦૨૦માં મારા સોશિયલ મીડાયા એકાઉન્ટ પર અશીકા ત્રિપાઠીએ ઓફર કરી હતી કે, તમને હેપ્પી મોડેલિંગમાં રૂચિ ધરાવો છો ખરા? જેથી મેં તેમને હા માં જવાબ આપ્યો હતો, ત્યાર બાદ તેમણે કર્માં ફિલ્મ પોડ્‌કશનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી હતી તેમને સહમતી આપ્યા બાદ મારો મોબાઇલ નંબર રાજ મિશ્રાને આપ્યો હતો તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, જાે તમને એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે, પરંતુ, તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા ૧૫ હજાર રૂપિયા આપવા પડશે અને તેમણે તેમનો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો જેમાં ૧૩ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

ત્યારબાદ રાજ વર્માએ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ સવારે વડોદરાની દાંડિયાબજાર સ્થિત રાજધાની હોટલમાં સવારે પહોંચી જવા જણાવ્યું હતું, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હોટલના મેનેજરને જઈને તમે મારું નામ આપજાે અને તેઓ તમને જે રૂમની ચાવી આપે ત્યાં રોકાજાે, ત્યાર બાદ તેઓ સવારે ૯ઃ૩૦ વાગ્યે રૂમ પર આવ્યા હતા અને બીજા ૫૨ હજાર રૂપિયાની માગણી કરી હતી તેમાંથી મેં રૂપિયા ૨૫૦૦૦ રાજ મિશ્રાને આપ્યા હતા.
આ પૈસા આપ્યા બાદ તેમણે મોડેલિંગ માટે તમારા નગ્ન ફોટા પાડવા પડશે તેમ જણાવતા મેં તેનો વિરોધ કર્યો હતો, પરંતુ, અન્ય છોકરીઓના લગ્ન ફોટા તેમણે બતાવ્યા હતા, જેથી મેં પણ નગ્ન ફોટા પડાવ્યા હતા, ત્યાર બાદ તેમણે જબરજસ્તીથી મારા શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું અને બળાત્કાર અંગે કોઇને જાણ કરીશ નહીં અને મારા બાકી બીજા પૈસા એકાઉન્ટમાં જમા કરાવી દે છે તેમ કહી તેઓ નીકળી ગયા હતા. ૨૯ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ હું રાજધાની હોટલમાં રાત્રી રોકાણ કર્યાં બાદ બીજે દિવસે મારા પિતરાઈ ભાઈને ત્યાં ગઈ હતી અને ત્યારબાદ દિલ્હી જવા નીકળી ગઈ હતી.
આખરે કંટાળીને દિલ્હીની યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ આપી હતી અને ત્યારબાદ તે ફરિયાદ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં આકાંક્ષા વર્મા હંસિકા ત્રિપાઠી અને રાજ મિશ્રણ એક જ વ્યક્તિ છે અને તેનું પુરૂનામ રજનીશ મિશ્રા પૃથ્વીરાજ મિશ્રા રહેવાસી જેતપુર ખેરવાડી ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવ્યું છે. દિલ્હીની આ યુવતીની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે બહુ નામધારી અને બહુરૂપી રજનીશ મિશ્રાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/