fbpx
ગુજરાત

ભાજપના મહિલા તાલુકા પંચાયત સભ્યનો દારૂ વેચતો વીડિયો વાયરલ

ગુજરાતના સ્વર્ણિમ ગામ તરીકે ઉપાધિ મેળવી ચૂકેલા બારડોલી તાલુકાના બાબેન ગામમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દેશી અને વિદેશી બનાવટના દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફ્રતો થતા ચકચાર મચી છે.

સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને સુરત જિ.પં.ના ભાજપના પ્રમુખ ભાવેશ પટેલના ગામમાં તેમના જ પક્ષની મહિલા તા.પં.સભ્ય દારૂનો અડ્ડો ધમધમાવીને ચલાવી રહી છે. છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોય પોલીસની સાથે ભાજપની પણ આબરુના લીરેલીરા ઉડયા છે.

બારડોલી શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર ગઈ કાલે સ્ટેટ વિજિલન્સ પોલીસ ટીમે રેડ કરીને દારૂના અડ્ડા પકડી બારડોલી પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. ત્યાં આજે સોશિયલ મીડિયા પર બારડોલી તાલુકા પંચાયતની ભાજપની મહિલા સભ્ય શકુંતલાબેન રાઠોડ પોતાના ઘરમાં જ દેશી અને વિદેશી બનાવટના દારૂનો અડ્ડો ચલાવી રહી હોય તેનો દારૂ વેચાણ કરતો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને સુરત જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલનું આ બાબેન ગામ છે.

બારડોલી તા.પં.ભાજપના સભ્ય એવા શકુંતલાબેન રાઠોડ ખુદ પોતે વિદેશી દારૂની બોટલમાંથી દારૂ કાઢી નાની બોટલમાંથી ખાલી કરી રહ્યા છે. દારૂ લેવા આવેલા લોકો સાથે વાત કરતા કહી રહ્યા છે કે, હાલ પોલીસનું વધુ દબાણ છે અને આજે દારૂ પણ પકડાયો છે. જેથી કરી આવો ધંધો કરવો પડી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/