fbpx
ગુજરાત

તહેવારો ટાણે મોંઘવારીનો માર, સિંગતેલ-કપાસિયા તેલના ભાવ સરખા

વરસાદ ખેંચાતા અને સાતમ આઠમના તહેવારો નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં સળવળાટ જાેવા મળી રહ્યો છે. રવિવારે સિંગતેલમાં ડબ્બે ૩૦ અને કપાસિયા તેલમાં ડબ્બે ૪૦ના વધારા થયા છે, જેની સાથે પામતેલમાં પણ ધીમો સુધારો રાજકોટ બજારમાં જાેવા મળ્યો હતો. સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધતાં દૂધ પછી તેલના ભાવ વધારાનો ડામ સહન પણ જનતાએ સહન કરવો પડશે.

રાજકોટમાં સિંગતેલનો ડબ્બે ૨૪૩૦ અને કપાસિયા તેલનો નવો ડબ્બો ૨૩૦૦ની આસપાસ જાેવા મળ્યો છે. તેલના વધતા જતા ભાવ અંગે વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, કપાસિયા અને સિંગતેલના ભાવ પામતેલમાં આયાત ટેરિફના ભાવમાં ૫ ટકાનો ઘટાડો કરાયો હતો અને તેના કારણે બજારમાં ગભરાટ હોવાના કારણે બન્ને તેલના ભાવ ઘટી રહ્યા હતા.

છેલ્લાં ચાર માસમાં સિંગતેલના ભાવમાં ૩૫૦ અને કપાસિયા તેલમાં ૨૫૦ ડબ્બે ઘટી ગયા હતા. સામે ઘરાકી પણ ઓછી હતી. હવે ટેરિફ દર વધુ ઘટે તેવી સંભાવના નથી સામે તહેવારોની પણ ડિમાન્ડ જાેવા મળી રહી છે.

ખાસ કરીને સાતમ આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલની ડિમાન્ડ વધી જતી હોય છે જેની પણ બજારના સેન્ટીમેન્ટ ઉપર અસરો પડતી હોય છે. હાલ મગફળીના ભાવ પણ વધી રહ્યા છે તેની પણ સિંગતેલના ભાવ ઉપર અસર પડતી હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/