fbpx
ગુજરાત

ઉકળતો ચરૂ, ગુજરાત કોંગ્રેસી નેતાઓએ જાતે જ નક્કી કરી દીધા નેતાઓના નામ

ભાજપે ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવા અત્યારથી કમર કસી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં હજુ સંગઠનના જ કોઇ ઠેકાણાં નથી. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના નેતાઓ એ બેઠકો યોજીને જાતે જ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાઓના નામો નક્કી કરી દીધા છે જેના કારણે કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી દશા છે.


ગુજરાતમાં કોંગ્રેસ હજુ મૃતપ્રાય અવસ્થામાં છે. કોરોનામાં રાજીવ સાતવનું નિધન થયા બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રભારીની ય જગ્યા ખાલી છે. હજુ સુધી નવા પ્રભારીના કોઇ ઠેકાણાં નથી. આ તરફ,કોંગ્રેસના નેતાઓએ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષપદ મેળવવા લોબિંગ શરૂ કર્યુ છે.

એટલું જ નહીં, ખાનગી બેઠકોનો દોર શરૂ કર્યો છે. સૂત્રોના મતે, કોંગ્રેસી નેતા નરેશ રાવલના નિવાસસ્થાને બે વાર કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક મળી હતી જેમાં એક સૂર ઉઠયો હતોકે, જૂના જાેગીઓ નહી પણ નવા નેતાને તક મળવી જાેઇએ.

સૂત્રોના મતે, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોચ્યો છે. કોંગ્રેસના નેતાઓએ અન્ય ધારાસભ્યોની રાય લીધા વિના જ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાના નામોની પેનલ બનાવી દીધી છે. પ્રદેશ પ્રમુખ તરીકે નરેશ રાવલ, નારણ રાઠવા અને જગદીશ ઠાકોરના નામ નક્કી કરાયા છે.

જયારે વિધાનસભા વિપક્ષના નેતા પદે પૂંજા વંશ, વિરજી ઠુમર અને શૈલેષ પરમારના નામની પેનલ બનાવવામાં આવી છે. હવે આ નામો હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરાશે. કોંગ્રેસના ધારાસભ્યો જ કહી રહ્યાં છેકે, પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની પેનલ બનાવવાની સત્તા કોંગ્રેસના નેતાઓને કોણે આપી.

ઘરના ભૂવાને ઘરના ડાકલા જેવી દશા થઇ છે. કોંગ્રેસના ધારાસભ્યોની જાણ બહાર માત્ર એક જૂથના સમર્થક નેતાઓ એકઠા થઇને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામો નક્કી કરે તે કેટલાં અંશે વ્યાજબી છે. કોંગ્રેસના નેતાઓની આ રાજકીય હરકતને પગલે કોંગ્રેસના ધારાસભ્યોમાં રોષ ભભૂક્યો છે અને જૂથવાદ વકર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/