સુરત પોલીસની સરાહનીય કામગારી. શ્રમજીવી મહિલાના પડી ગયેલા ૫૦ હજાર રૂપિયા પરત અપાવ્યા
સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. આ માટે પોલીસને જવાબદાર ગણાવવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે પોતાની છાપને સુધારવાનો પ્રયાસ કર્યો છે. ઉધના વિસ્તારમાં રહેતી શ્રમજીવી મહિલાના ૫૦ હજાર રૂપિયા બેંકમાં પડી ગયા હતા. જે બાદમાં મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ આપી હતી. આ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને કલાકોમાં જ મહિલાને તેના પડી ગયેલા ૫૦ હજાર રૂપિયા પરત અપાવ્યા હતા.
પોલીસની આવી સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.
સુરત પોલીસે એવી કામગીરી કરી છે જેને લઈને પોલીસની છબીમાં સુધારો થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગતરોજ બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. મહિલાએ બેંકમાં બાંકડા પર બેસી રૂપિયાની ગણતરી કર્યા બાદ આ રૂપિયા થેલીમાં મૂકતી વખતે તે બેંકમાં જ પડી ગયા હતા. મહિલાને ઘરે આવીને ખબર પડી હતી કે રૂપિયાનું બંડલ ગાયબ છે. આ વાત જાણીને મહિલાના પગ તળેથી જાણે કે જમીન જ સરકી ગઈ હતી અને તે રડતી આંખે પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી.
ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ આ મહિલાની મદદ માટે આગળ આવ્યા હતાં. પીઆઇના આદેશ બાદ કોન્સ્ટેબલે સૂઝબૂઝથી તાત્કાલિક પ્રથમ બેંકના સીસીટીવી ચેક કરતા રૂપિયા ઉઠાવતો એક ઇસમ નજરે પડ્યો હતો. પોલીસે આ ઇસમની ઓળખ કરી લીધી હતી. ઈસમની ઓળખ થઈ જતા બે કલાકમાં જ મહિલાને તેના ખોવાયેલા રૂપિયા પરત મળી ગયા હતા. લિંબાયતમાં રહેતી આ મહિલા અલનગીવી કનકઆદિ દ્રવિડની વાત સાંભળી પોલીસે આખી ટીમને કામે લગાડી દીધી હતી. જેમાંથી એક ટીમ બેંકમાં દોડી ગઈ હતી. બેંકના સીસીટીવી ચેક કરતા એક વ્યક્તિ રૂપિયા ઉઠાવતો ઓળખાય ગયો હતો. ગણતરીના કલાકોમાં તેને શોધીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.
Recent Comments