fbpx
ગુજરાત

ડોમેસ્ટિક ટ્રાયલમાંRTPCR ના બદલે વેક્સિન સર્ટી માન્ય રાખવા GCCI એ કરી માંગ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર ટેસ્ટ દુર કરી વેક્સીનને સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. જીસીસીઆઇના સેક્રેટરી પથીક પટવારીના કહેવા મજુબ ઉદ્યોગ જગત અને અન્ય વર્તુળોમાંથી જીસીસીઆઇને એરપોર્ટના પ્રોટોકોલની અનેક ફરિયાદ મળી હતી.

દેશના અલગ અલગ રાજ્યના કોવિડના પ્રોટોકોલ પ્રમાણે દરેક રાજ્યના એરપોર્ટ પર અલગ અલગ નિયમો લાગુ પડે છે. એર ટ્રાવેલ કરતા મુસાફરોએ અગાઉથી માહિતિ લેવી પડે છે કે તેઓ જે એરપોર્ટ પર ઉતરવાના છે ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ, રેપીડ ટેસ્ટ કે પછી વેક્સીન સર્ટીની જરૂર છે. દેશમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન ચાલી રહ્યુ છે ત્યારે જે લોકોએ વેક્સીનના બે ડોઝી લીધા હોય તેમની માટે આરટીપીસીઆર ફરજીયાત ન હોવુ જાેઇએ.

આરટીપીસીઆર ટેસ્ટના ભાવ અલગ અલગ રાજ્ય પ્રમાણે જુદા જુદા છે. વળી ટેસ્ટ મોંગા છે અને જાે આ ટેસ્ટ ફરજીયાત હોય તો મોટા પાયે ચાલી રહેલા વેક્સીનેશનનો કોઇ અર્થ નથી. જાે કેન્દ્રીય ગૃહમંત્રાલય વેક્સીનેશનના સર્ટીને એર ટ્રાવેલ માટે મંજુરી આપશે તો લોકોને રસી લેવા માટે પ્રોત્સાહન મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/