fbpx
ગુજરાત

સચિનમાંથી ચુનાના પાવડરની ગુણોની આડમાં લઇ જવાતા દારુને પોલીસે ઝડપી પાડ્યો

સચીન જીઆઇડીસી ખાતે આવેલા ભારત પેટ્રોલ પંપની સામેના ખુલ્લા મેદાનમાંથી પોલીસે ટ્રકના લોડિંગ બોડીના ભાગે ચુનાના પાઉડરની ગુણોની આડમાં વિદેશી દારૂની હેરાફેરીના ષડયંત્રને ઉઘાડું પાડ્યું છે.સાથે જ રૂપિયા ૨.૨૮ લાખના દારૂના જથ્થા સાથે ચાર ને ઝડપી પાડ્યા છે. પોલીસે ટ્રક અને ચુનાના પાવડરની ગુણો મળી રૂપિયા ૨૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે એક સફેદ કલરની ટાટા એલપીએસ ટ્રેલર ટ્રક નં.આરએ.૧૯.જીઇ.૫૦૦૦ માં દારૂનો મોટો જથ્થો ટ્રેલર બોડીના ભાગે કલરટેક્ષ કંપનીમાં ઉપયોગમાં લેવાતો ચુનાનો પાવડર રાજસ્થાન જાેધપુરથી આવ્યો હતો. ચુનાના પાવડરના જથ્થાની ઉપર વ્હિસ્કીની મોટી બાટલીઓનો જથ્થો લવાયો હતો. આ ટ્રેલર હાલમાં સચીન જીઆઇડીસી નાકા, ભારત પેટ્રોલપંપની સામે આવેલા ખુલ્લા મેદાનમાં ઉભું છે. દારૂનો જથ્થો લાવનાર ઇસમો તેને સગે વગે કરવાની તૈયારી કરવના છે-આવી બાતમી મળતા પોલીસે રેડ પાડી તપાસ હાથ ધરી હતી.

રેડ દરમિયાન પોલીસને ટ્રેલરમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ મીલીની કુલ્લે બોટલો નંગ-૨૭૬ કિંમત ૨,૨૮,૯૬૦ની મત્તાનો જથ્થો તથા ટાટા ટેલર ટ્રક રૂપિયા ૨૫ લાખ તથા ચુનાના પાઉડરની ગુણો ૩૦.૧૬ ટન કિંમત અંદાજે રૂપિયા ૧,૮૦,૯૬૦ તથા મોબાઇલ ફોન નંગ ૩ રૂપિયા ૧૦,૫૦૦ તથા અંગ ઝડતીના રોકડા રૂ પિયા ૧૧,૬૪૦ મળી કુલ્લે રૂપિયા ૨૯,૩૨,૦૬૦ ની મત્તાના મુદ્દામાલ જમા લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/