આણંદ ખાતે શ્રી વિશ્વાનંદ માતાજી ભાગવત કથા રસપાન કરાવશે

આગામી સપ્તાહે આણંદ ખાતે શ્રી વિશ્વાનંદ માતાજી શ્રીમદ્દ ભાગવત કથા રસપાન કરાવશે.આણંદ સિંધુભવન ખાતે આગામી સપ્તાહે તા.૧૫- ૦૭- ૨૦૨૧ ગુરુવારથી તા.૨૧- ૦૭- ૨૦૨૧ બુધવાર દરમિયાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. અહીંયા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજી કથા રસપાન કરાવશે. કોરોના સંદર્ભે માર્ગદર્શિકા મુજબ આયોજકો દ્વારા કથામાં આયોજન તૈયારીઓ થઈ છે.
Recent Comments