fbpx
ગુજરાત

સુરતમાં બુટલેગરો બેફામઃ જેલમાંથી છૂટતા જાહેરમાં ફટાકડા ફોડી ઊજવણી કરી

સુરતના વધુ એક બૂટલેગર જેલમાંથી છૂટીને આવતા ધામધૂમથી સ્વાગત કરાયું હોવાનો વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. મોટા વરાછાના બૂટલેગર માંગીલાલ ગુજ્જરે અમરોલી વિસ્તારમાં પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પર હુમલા કેસમાં જેલમાંમાંથી છૂટીને આવતા જાહેરમાં ફટાકડા ફોડીને સાથી અસામાજિક તત્વોએ સ્વાગત કર્યાનો વીડિયો વાઇરલ થયો છે. માંગીલાલ ઓલપાડ, અમરોલી, સાયણ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાનો આરોપી હોવાનું જાણવા મળ્યું છે. પીસીબી પોલીસ પર હુમલામાં જેલવાસ કાપીને બહાર આવતા ઉજવણી કરવામાં આવી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

પીસીબી પોલીસે જણાવ્યું હતું કે માંગીલાલ ગુજજર એક રીઢો આરોપી છે. માંગીલાલની વિરુદ્ધ અમરોલી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂ વેચાવાથી હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુનાઓ નોંધાય ચૂક્યા છે. એકવાર પાસા પણ ભોગવી આવ્યો છે. હાલ જેલમાંથી ક્યારે છૂટ્યો એ બાબતે કશી પણ ખબર નથી.

સ્થાનિક લોકોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, માથાભારે તરીકેની છાપ ધરાવતો માંગીલાલ જેલમાંથી બહાર આવતા જ તેના ટપોરીઓએ ફટકાડા ફોડી સ્વાગત કર્યું છે. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. આવા વ્યક્તિઓને કારણે સામાન્ય અને વેપારીઓએ ડરીને જ રહેવું પડે છે.

મોટા વરાછાના બૂટલેગર માંગીલાલ ગુજ્જરે અમરોલી વિસ્તારમાં પોલીસ પર હુમલો પણ કર્યો હતો. જેનો પણ હાલ વીડિયો લાઈરલ થઈ રહ્યો છે. બૂટલેગરોના આંતકને કારણે સ્થાનિક લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આ સાથે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તેની પણ માગ થઈ રહી છે. બૂટલેગરો એટલા બેફામ બન્યા છે કે, જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/