fbpx
ગુજરાત

પાંડેસરામાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના બીજા માળે આગ લાગતાં દોડધામ મચી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાનામાં બીજા માળે વહેલી સવારે આગ લાગી જતા કારીગરોમાં ભાગદોડ મચી ગઇ હતી. જાેકે પાડોશી ખાતાના કારીગરે ફાયરને જાણ કરી દેતા ૧૦-૧૨ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા ફાયરના જવાનો અને આજુબાજુના કારખાનેદારોએ રાહતનો દમ લીધો હતો. આ આગ દુર્ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.

ચંદનસિંગ (ફાસ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે હું તો સુપર વાઇઝર છું, અચાનક મારા ખાતાની બાજુના કાલી અંબા નામના કારખાનામાંથી ધુમાડો નીકળતો જાેઈ તાત્કાલિક શેઠને ફોન કરી દીધો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં ફાયરની ૧૨ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી કલાકો બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી. આગની ઘટનાને લઈ કારીગરોમાં ભાગદોડ મચી ગઇ હતી.
કૃષ્ણ મોઢ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે ૬ઃ૧૯ નો હતો. કાપડના કારખાનામાં આગ લાગી હોવાના કોલ બાદ ૩-૪ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ૨-૩ કલાકમાં આગ કાબૂમાં લેવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જરીના બોબીન, જરીનો સામાન, ફીરકા, સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કાલી અંબા નામનું કારખાનું હોવાનું અને જરી સાથે ગોડાઉનના કામમાં પણ લેવાતું હોવાનું સામે આવ્યું છે. આગ બીજા માળે લાગી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/