પિતાએ ઠપકો આપતાં પુત્રએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

સુરતમાં અમરોલીના ડોન લાલુ જાલિમનો “યુપી કા ડોન” નો વીડિયો વોટ્સએપ સ્ટેટસ પર મુકનાર પુત્રએ પિતાના ઠપકાથી માઠું લગાડી ગળેફાંસો ખાય લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આપઘાતનું પગલું ભરી પરિવારને દુઃખના સાગરમાં ડુબાડી ગયેલો યુવક ડેનિલ પટેલ વિજય ડેરીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. દીકરાનું હંમેશા ભલું ઈચ્છતા પિતાએ માથાભારે અને તડીપાર બદમાશોથી દુર રહેવાની આપેલી સલાહે આખા પરિવારને રડતો કરી દીધો છે. જાે કે અડાજણ પોલીસ મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, મૃતલ ડેનિલ સંજયભાઇ પટેલ અડાજણ-પાલના મોટી ફળિયામાં રહેતો હતો. માતા-પિતા અને એકની એક બહેનનો લાડકો ભાઈ હતો. ડેનિલ (ઉ.વ. ૧૯) ખ્યાતનામ વિજય ડેરીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ડેનિલ રવિવારની સાંજે પોતાના જ ઘરના બીજા માળે રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં માસીને દેખાય જતા બુમાબુમ કરી દીધી હતી. મિત્રો દોડીને ડેનિલને નીચે ઉતારી નજીકની હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયો હતો.
સાથી મિત્રો એ જણાવ્યું હતું કે, ડેનિલ મહેનતુ અને સીધો હતો. તાજેતરમાં બનારસથી ઝડપાયેલા અમરોલીના કુખ્યાત બદમાશ લાલુ જાલિમનો એક વીડિયો “યુપી કા ડોન આયા”નો વીડિયો ડેનિસે એના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસ પર મુક્યો હતો. જેના પર એના પિતાની નજર પડી હતી. આ બાબતે પિતાએ પુત્ર ડેનિસને ઠપકો આપી સ્ટેટસ બદલવા ધમકાવ્યો હતો. બસ આ વાતનું માઠું લાગી આવતા ડેનિલે આવું અંતિમ પગલું ભર્યું હતું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Recent Comments