અમેરિકાની એજીલન્ટ ટેક્નોલોજીસએ GTU ને ભેટ આપ્યું અદ્યતન RTPCR મશીન
દેશભરમાં જાેવા મળેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કરેલી કામગીરીને બિરદાવવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થા હોવા છતાં જીટીયુએ પોતાની પાસે રહેલા આરટી-પીસીઆર મશીનનો ઉપયોગ કરી જે સામાજિક જવાબદારી નિભાવી કોરોના ટેસ્ટ કર્યા એ અંગેની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે.
યુએસએની એજીલન્ટ ટેક્નોલોજીસ દ્વારા જીટીયુને ૨૯ લાખ રૂપિયાનું અદ્યતન આરટી-પીસીઆર મશીન ભેટ આપવામાં આવ્યું છે. જીટીયુને ભેટમાં મળેલા આરટી-પીસીઆર મશીનના માધ્યમથી કોરોના ટેસ્ટ સિવાય સ્વાઇન ફલૂ , ટીબી, થેલેસેમિયા, જિન એક્સપ્રેશન સ્ટડીઝ, બેક્ટેરિયા – વાયરસ કે ફંગસનો લોડ જાણી શકાય તે પ્રકારના ટેસ્ટ કરી શકાશે.
સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખી જીટીયુએ કરેલી કોરોના ટેસ્ટિંગની કામગીરીને ધ્યાને લઇ ૨૯ લાખ રૂપિયાનું આરટી-પીસીઆર મશીન ભેટ આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ – મે મહિનામાં જ્યારે મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવ્યા હતા તે સમયે જીટીયુએ ૩ હજાર જેટલા ટેસ્ટ કર્યા હતા જેમાંથી ૧૨૦૦ જેટલા કેસો પોઝિટિવ આવ્યા હતા.
Recent Comments