fbpx
ગુજરાત

પલ્લવ ચાર રસ્તા પાસે રોંગ સાઇડમાં આવતી BRTS એ એક્ટિવા ચાલકનો ભોગ લીધો

અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીએસ બસ બેફામ બની છે. આજે સવારે અમદાવાદમાં બીઆરટીએસ બસની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બીઆરટીએસ બસે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. શાસ્ત્રીનગર પાસે આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.

મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ રસ્તા વચ્ચે ધારણાં કર્યા હતા, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેવી માંગ કરી હતી. પરંતુ પોલીસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો હતો. ત્યારબાદ ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે શાસ્ત્રીનગર પાસે આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે એક મોટી દુર્ઘટના બની છે, ૧૩૨ રીંગ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલી બીઆરટીએસ બસ ચાલકે એક્ટિવા ચાલકને ભીષણ ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

સમગ્ર ઘટનાના પગલે રસ્તા પર મોટી સંખ્યા ભેગી થઈ ગઈ હતી. બીજી બાજુ આ દુર્ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ સતર્ક થઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આગળની કાર્યવાહી ચાલું છે.

આ ઘટનામાં ભોગ બનેલા જલુભાઈ દેસાઈ વિશે મળતી માહિતી પ્રમાણે તેઓ ચાણકયપુરી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. જલુભાઈ વ્યવસાયે છાપા વિતરણનું કામ કરે છે, આજે પણ પોતાના નિયત કામ મુજબ વહેલી સવારે છાપા નાખવા ગયા હતા, જ્યાં વહેલી સવારે ૬.૩૦ની આસપાસ એક્ટિવા લઈને ઘરે પરત ફરતાં હતા ત્યારે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ ચાલકે ટક્કર મારી હતી. જેથી જલુભાઈ નીચે પટકાયા હતા. રસ્તા વચ્ચે ગંભીર રીતે પટકાતા લોહીના ખાબોચિયા ભરાયું હતું.
ઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને સમાજના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીઆરટીએસ બસનો ડ્રાઇવર લોકોનો રોષ જાેઈ અને બસની ઉપર ચડી ગયો હતો. ન્યાય માટે તેઓએ હાય હાય બીઆરટીએસના નારા લગાવ્યા હતા. પરંતુ પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાળ્યો હતો. હાલ મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે બીઆરટીએસ બસ ડ્રાઇવરની અટકાયત કરી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/