fbpx
ગુજરાત

આંબેડકર યુનિ.કોરોનાથી મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓની ફી પરત કરશે

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. યુનિવર્સિટીના ૭૫થી વધારે અભ્યાસક્રમોમાં ઓગસ્ટ-૨૦૨૧નું પ્રવેશકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે યુનિવર્સિટીએ કેટલાક ઉદાત્ત ર્નિણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાસ્પદ બની શકે છે.

કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિશ્રી પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વમાં બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક મોટો માનવતાવાદી ર્નિણય કર્યો છે કે કોરોનાને કારણે મૃત્યુ પામનારા યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે. એટલું જ નહિ, તેના પરિવારને રૂ. ૧૧,૦૦૦ની આર્થિક સહાય પણ કરવામાં આવશે.

તાજેતરમાં મળેલી યુનિવર્સિટીની સર્વોચ્ચ સત્તામંડળની (બોર્ડ ઑફ મેનેજમેન્ટની) બેઠકમાં કોવિડ-૧૯ મહામારીમાં કમાનાર સ્વજન ગુમાવનારને નિઃશુલ્ક પ્રવેશ અંગે જે પરિપત્ર કરવામાં આવેલો, તેમાં પણ વધારે છૂટછાટ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/