fbpx
ગુજરાત

થરાદની પે સેન્ટર શાળાના આચાર્યની મહિલા સાથેની અંગતપળોની તસ્વિરો વાયરલ થતા ચકચાર

બનાસકાંઠામાં વાયરલ તસવીરોના કારણે શિક્ષણજગતમાં હાહાકાર મચી ગયો છે. થરાદની એક પે સેન્ટર શાળાના આચાર્યની મહિલા સાથેની અંગત પળોની તસવીરો વાયરલ થઈ જતા આ આચાર્ય સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ તસવીરો અલગ અલગ જગ્યાની છે અને પ્રાથમિક દૃષ્ટીએ સેલ્ફી લાગી રહી છે. જાેકે, આ આચાર્ય અને મહિલા વચ્ચે શું સંબંધો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી પરંતુ જાહેર જીવનમાં અને એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિની આ પ્રકારની વાયરલ તસવીરોના કારણે શિક્ષણજગતમાં ભારે ચર્તા છે.

વાયરલ તસવીરમાં દૃષ્યમાન વ્યક્તિ થરાદના એક ગામની પે સેન્ટરના આચાર્ય છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ આચાર્યની તસવીરો વાયુ વેગે વાયરલ થઈ જતા તેમની સામે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આચાર્ય સાથે દૃષ્યોમાં જાેવા મળતી મહિલા તેની પ્રેમિકા હોવાની પણ આશંકા છે. જાેકે, આ તમામ કથિત વાતોની પુષ્ટી થઈ નથી.

આજે વહેલી સવારે થરાદના એક ગામની પે કેન્દ્ર શાળાના આચાર્યના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટીએ જાેતા આ તમામ ફોટા આચાર્યએ સેલ્ફીમાં લીધેલા હોવાનું દેખાઈ આવે છે. મહિલા સાથેના અલગ અલગ જગ્યા ના ફોટા અને કેટલાક અતિ અંગત બેડરૂમ મોમેન્ટ્‌સના ફોટા વાયરલ થતાં જ ગ્રામજનો પણ રોષે ભરાયા છે.

ફોટા વાયરલ થયા હોવાની જાણ થતાં જ તાલુકા કેળવણી નિરિક્ષકે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી અને વાયરલ થયેલા ફોટા સંદર્ભે આચાર્ય સામે તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/