fbpx
ગુજરાત

સુરતમાં ભાવનગરના કારખાનેદારે આર્થિક ભીંસને પગલે જીવન ટૂંકાવ્યું

કોરોનાની મહામારીમાં મોટા પ્રમાણમાં વેપાર ધંધાને અસર થઇ છે. જેના પગલે રાજ્યમાં આપઘાતના અનેક બનાવો બન્યા છે. ખાસ કરીને સુરતમાં આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. સુરત શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં સુરતના અમરોલી વિસ્તારના એક સિલાઈ મશીન કારખાનેદારે પોતાના કારખાનામાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

કોરોનાની મહામારી વચ્ચે ચાલેલા લૉકડાઉન અને ત્યારબાદ થયેલા અનલોકમાં વેપાર-ધંધા હજુ રાબેતા મુજબ શરૂ થયા નથી. સાથે જ મોટા પ્રમાણમાં વેપાર-ધંધા બંધ થઈ ગયા છે. આ કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલા લોકો સુરતમાં સતત આપઘાત કરી રહ્યા છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.


મૂળ ભાવનગરના સ્ટેશન નજીક ચિત્રા બેંક કોલોનીના રહેવાસી એવા પરેશભાઈ ઘનશ્યામભાઈ વિરડીયા છેલ્લા કેટલાક વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા. મોટા વરાછા વીઆઈપી સર્કલ નજીક સાઈ એવન્યૂ હાઈટમાં તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ સુરતના અમરોલી કોસાડ બીઆરટીએસ બસ સ્ટેશન નજીક સિલાઈ મશીનનું કારખાનું ધરાવતા હતા.

જાેકે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાની મહામારીને લઈને તેમનો વેપાર ધંધો ચાલતો ન હતો. બીજી બાજુ તેઓ જે ફ્લેટમાં રહેતા હતા તેનો હપ્તા ન ભરાતા તેણો સતત માનસિત તણાવમાં રહેતા હતા. ગતરોજ પોતાના કારખાને ગયા બાદ પરિવાર ફોન કર્યો હતો. જાેકે, તેમણે ફોન ન ઉપાડતા પરેશભાઈના ભાઈ તાત્કાલિક કારખાને દોડી ગયા હતા. પરેશભાઈ કારખાનામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ મામલે પરેશભાઈના ભાઈએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ પરિવારને અને પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો દાખલ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/